(એજન્સી) બેઈજિંગ, તા.રર
ચીને ગુરૂવારે ભારતની એ ટિપ્પણીને ખારીજ કરી નાખી જેમાં યુનાઈટુડ નેશન્સે (યુએન)માં જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રયાસોને હલકા રાષ્ટ્રીય કારણોથી રોકવામાં આવ્યા હતા. ચીને કહ્યું કે તેણે નિયમો અને પ્રક્રિયાઓના આધાર પર આ મુદ્દે પણ નિષ્પક્ષ તરીકે પગલાં ઉઠાવ્યા. ચીન ૧ર૬૭ પ્રતિબંધ સમિતિ દ્વારા અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાને ભારત, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના પ્રયાસોને ટેકનિકલ કારણોનો હવાલો દઈને વારંવાર રોકી રહ્યા છે.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને સુરક્ષા પરિષદમાં એક ચર્ચામાં આતંકવાદને સ્પષ્ટ રીતે સમજવામાં નિષ્ફળ રહેવા પર યુએનમાં કેટલાક સભ્યોની આલોચના કરી હતી. અકબરૂદ્દીનની ટિપ્પણીઓનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગએ સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે અઝહરના મુદ્દે ચીને નિષ્પક્ષ તરીકેથી પગલાં ઉઠાવ્યા. હુઆએ કહ્યું કે ચીન ઘણા આતંકી સંગઠનો પર કાર્યવાહીનું મજબૂતીથી સમર્થન કરે છે. મસૂદના મુદ્દે પણ ચીને પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે મુદ્દાની ગંભીરતાને જોતા તેના પર અમારો મત આપીએ છીએ. ચીન દ્વારા યુએનમાં અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં નાખવાના પ્રયાસોને રોકવાના મુદ્દાને નવી દિલ્હીમાં ભારત ચીન વચ્ચે યોજાનાર વાર્તા છે. ઉઠવાની સંભાવના છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના તેમના સમકક્ષ યાંગ જીઅચી વચ્ચે વાર્તા થશે. સરહદથી જોડાયેલા મુદ્દાઓ ઉપરાંત બંને ટોચના અધિકારીઓ બંને દેશો વચ્ચે પણ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.