બેલ્જિયમ સ્વિમીંગ પુલમાં બુર્કીની ઉપર મુકેલ પ્રતિબંધને જજે રદ કર્યો

ઘેન્ટ,તા.૧૬
મીડિયા હુઈસ પ્રકાશનના અહેવાલો મુજબ ઘેન્ટની એક કોર્ટે બુર્કીની ઉપર મુકાયેલ પ્રતિબંધને રદ કર્યો હતો. બુર્કીંની ઉપર મુકાયેલ પ્રતિબંધોના બે કેસોમાં ચુકાદો આપતા કોર્ટે સ્વિમીંગ પુલમાં બુર્કીની ઉપર મુકાયેલ પ્રતિબંધો રદ કર્યા હતા. કોર્ટે કહ્યું સ્વિમીંગ પુલના સત્તાવાળાઓ બુર્કી પહેરેલ મહિલાઓના પ્રવેશને રોકી નહીં શકે. એવું સ્વિમીંગ પુલ ટેર વોલેનમાં આવેલ છે અને બીજો ઘેન્ટમાં આવેલ છે.
બે મુસ્લિમ મહિલાઓએ પુલના સંચાલકો સામે વળતરની માગણી કરતો કેસ કર્યો હતો હવે એમને વળતર મેળવવાનો અધિકાર રહેશે. એમની ધાર્મિક લાગણીઓ દુભાવવા અને નૈતિક નુકસાન થયું હોવાના આધારે એમને વળતર મળશે.
સ્વિમીંગ પુલના મેનેજમેન્ટે આરોગ્ય અને સુરક્ષાના કારણો આગળ ધરી પ્રતિબંધ મુકયો હતો જો કે કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું કે આ ભેદભાવનો પ્રકાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks