(એજન્સી) જાકાર્તા, તા.૧૮
ઈન્ડોનેશિયાના મુખ્ય જાવા દ્વીપ પર ૬.પની તીવ્રતાના ભૂકંપમાં ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. ભૂકંપના આંચકા શુક્રવારે રાત્રે રાજધાનીથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર દરિયાકાંઠાના વિસ્તારમાં અનુભવાયા હતા. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દરિયાકાંઠાનું શહેર કિષાતુજાહથી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં જમીનથી ૯૧ કિ.મી.ની ઊંડાઈએ આવેલું હતું. પશ્ચિમ જાવાના કિયામિસ ક્ષેત્રમાં ધ્વસ્ત થયેલા મકાનના કાટમાળમાં ફસાયેલા ૬ર વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ પિકાલોન્ગનમાં ઈમારત ધસી પડતા ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. ઘરની બહાર દોડતી વખતે એક ૩૪ વર્ષીય મહિલાનું પડી જવાથી મોત નિપજ્યું છે. ઘણા સ્થળો પર હોસ્પિટલોને પણ નુકસાન પહોંચ્યું છે. દર્દીઓને આ હોસ્પિટલોમાંથી બીજા સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
Facebook
0
Twitter
0