બ્રિટિશ એરવેઝની વેબસાઈટ હેક, ૩.૮૦ લાખ બેન્ક કાર્ડની વિગતોની થઈ ચોરી

(એજન્સી) લંડન,તા.૭
જો તમે બ્રિટીશ એરવેઝના પ્રવાસી છો સાવચેત રહો. બ્રિટિશ એરવેઝે જણાવ્યું કે તેની વેબસાઇટ હેક કરવામાં આવી અને ૨૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર વચ્ચેની ટિકિટ બુક કરાવનાર લાખો પ્રવાસીઓની વ્યક્તિગત અને નાણાકીય માહિતીનો ડેટા ચોરાઇ ગયો છે. અત્યારે ૩ લાખ ૮૦ હજાર બેંક કાર્ડની વિગતો ચોરી થઈ છે. એરલાઇન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે આશરે બે સપ્તાહ પહેલા થયેલી ચોરીમાં ટ્રાવેલ અને પાસપોર્ટની વિગતો સામેલ નથી. આ કેસની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે ૨૧ ઓગસ્ટના રોજ ૨૧૫૮ જીએમટી (ભારતમાં ૩ઃ૩૦ છસ્)થી લઇને ૫ સપ્ટેમ્બરના ૨૦૪૫ ય્સ્‌( ભારતમાં ૨ઃ૦૦) સુધીનો ડેટા ચોરી થયો છે. અને ૩ લાખ ૮૦ હજાર પેમેન્ટ્‌સ કાડ્‌ર્સ પ્રભાવિત થયા છે. બ્રિટીશ એરવેઝે જણાવ્યું કે, “અમારી વેબસાઇટ અને એપ્લિકેશન પરથી ટિકિટ બુક કરાવનાર ગ્રાહકોની પર્સનલ અને નાણાકીય માહિતી સંકટમાં આવી છે. જો કે હવે વેબસાઇટ સામાન્ય રીતે કામ કરી રહી છે. અમે પોલીસ અને સંબંધિત ઓથોરિટીઝને આ અંગે જાણ કરી છે.’ એરલાઇને જણાવ્યું કે જે મુસાફરોને આ ઘટનાને કારણે પ્રભાવિત થયા હોવાની શંકા છે, તેઓ તેમના બેંક અથવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારનો સંપર્ક કરે અને તેમની સૂચનાઓનું પાલન કરે. વળતર અંગે કંપનીએ જણાવ્યું કે, “અમે ગ્રાહકો સાથે સંપર્ક કરીશું અને જો કોઈ દાવો કરે છે તો તે ગ્રાહકોને વળતર પર ભરપાઈ કરી આપીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts