ધવન-પૂજારાની શાનદાર સદી : પ્રથમ દિવસે જ ભારતની મજબૂત સ્થિતિ

ગાલે, તા. ૨૬
ગાલેના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ભારતે આક્રમક બેટિંગ કરીને શ્રીલંકાના બોલરોને મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે ભારે ત્રણ વિકેટે ૩૯૯ રન બનાવ્યા હતા.
ચેતેશ્વર પુજારા ૧૪૪ અને રહાણે ૩૯ રન સાથે રમતમાં હતા. ભારત તરફથી શિખર ધવને ૧૬૮ બોલમાં ૩૧ ચોગ્ગા સાથે ૧૯૦ રન ફટકાર્યા હતા જ્યારે ચેતેશ્વર પુજારાએ ૨૪૭ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે અણનમ ૧૪૪ રન બનાવ્યા હતા. રહાણે પણ ૩૯ રન બનાવીને અણનમ છે. જો કે, ઓપનિંગ બેટ્‌સમેન મુકુંદ માત્ર ૧૨ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ ૩ રન કરીને આઉટ થયો હતો. શિખર ધવન અને પુજારાએ લાંબી ભાગીદારી નોંધાવી હતી. આ બંનેએ ૨૫૩ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકાના બોલરો પ્રથમ દિવસે નિસહાય દેખાયા હતા. ખાસ કરીને શિખર ધવને શાનદાર બેટિંગ કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી શિખર ધવન અને મુકુંદે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ ટેસ્ટ મેચમાં રાહુલ ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી રહ્યો નથી. આ ઉપરાંત મુરલી વિજય પણ ઇજાગ્રસ્ત છે.
ભારત પ્રથમ દાવ :
ધવન-કો. મેથ્યુસ
બો. પ્રદિપ ૧૯૦
મુકુંદ – કો. ડિકવિલ્લા
બો. પ્રદિપ ૧૨
પુજારા- અણનમ ૧૪૪
કોહલી- કો. ડિકવિલ્લ
બો. પ્રદિપ ૦૩
રહાણે – અણનમ ૩૯
વધારાના ૧૧
(૯૦ ઓવરમાં ૩ વિકેટે) ૩૯૯
પતન : ૧-૨૭, ૨-૨૮૦, ૩-૩૮૬.
બોલિંગ
પ્રદિપ ૧૮-૧-૬૪-૩
કુમારા ૧૬-૦-૯૫-૦
પરેરા ૨૫-૧-૧૦૩-૦
હેરાથ ૨૪-૪-૯૨-૦ ગુનાથિરકે ૭-૦-૪૧-૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks