પેલેસ્ટીની અત્યાચારને લીધે નોર્વેજીયન સંઘે ઈઝરાયેલનો બહિષ્કાર કર્યો

(એજન્સી)                           તા.૧૩

નોર્વેના સૌથી મોટા વેપારીમંડળ સંઘે શુક્રવારે મતદાન દ્વારા ઈઝરાયેલનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાની વિગતો સામે આવી છે. ઈઝરાયેલી રાજદૂતોએ આ નિર્ણયને અયોગ્ય અને અનૈતિક ગણાવ્યો હતો.

ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર કરવામાં આવતા અત્યાચારને લીધે નોર્વેજીયન વ્યાપારીમંડળ સંઘે કુલ ૧૯૭ મતમાંથી ૧૧૭ મત ઈઝરાયેલી બહિષ્કારના સમર્થનમાં આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આર્થિક અને સંાસ્કૃતિક ફોરમની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નોર્વેના લોએ ૧૯૬૭ પ્રમાણે પેલેસ્ટાઈન રાષ્ટ્રને કાયદેસર કરવાની વાત કરી છે ત્યારે સરકારે તેમની ઝાટકણી કાઢી હતી. નોર્વેની સરકારે ઈઝરાયેલી બહિષ્કાર કરવાના મજૂર સંઘના નિર્ણયની ટીકા કરી હતી. આપણે બહિષ્કાર નહિ સહયોગ અને વાતચીત કરવાની જરૂર છે એમ વિદેશમંત્રી બોર્ગ બ્રેન્ડેએ જણાવ્યું હતું.

ઓસ્લોમાં ઈઝરાયેલી એમ્બેસીએ બહિષ્કારની ટીકા કરી હતી. ઈઝરાયેલી રાજદૂત રાફેલ સ્કુટઝે જણાવ્યું કે આ પ્રકારના અનૈતિક અને બેવળા વલણથી સ્પષ્ટ થાય છે કે લોકો યહુદી રાજ્યથી ભેદભાવ કરે છે.

મજૂર સંઘે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનને વિભાજીત કરતી દીવાલને તોડી પાડવાની વાત કરી હતી. સ્કુટઝે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના નિર્ણય બાદ ઈઝરાયેલે મજૂર સંઘને પોતાનો શત્રુ ગણાવ્યો હતો. ૧૯૯૦માં પણ નોર્વે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદનો અંત લાવવા માટે શાંતિ બેઠક યોજી હતી જોકે તેનો કોઈ જ સકારાત્મક પરિણામ આવ્યું ન હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks