ઈજિપ્ત મસ્જિદ હુમલો મૃત્યુઆંક વધીને ૩૦પ રાષ્ટ્રપતિએ પીડિતોના સ્મારક બનાવવા આપ્યો આદેશ

(એજન્સી) કેરો,તા.રપ
મિસરના ઉત્તર સિનાઈમાં મસ્જિદ પર થયેલ હુમલાના કેટલાક કલાકોની અંદર જ વાયુસેના દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા છે અને તેમના વાહનોનો પણ નાશ કરાયો છે ઉત્તરી સિનાઈમાં શુક્રવાર આતંકવાદીઓએ શુક્રવારની નમાઝ દરમ્યાન એક મસ્જિદ પર હુમલો કર્યો હતો જેમાં આશરે ર૩પ નમાઝીઓનાં મૃત્યુ થયાં છે અને ૧૦૯ ઘાયલ થયા છે. આ હુમલા બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. સેના પ્રવકતા તામેર અલ-રફાઈએ એક નિવેદનમાં જણાવ્યું કે વાયુ સેનાએ ઉત્તરી સિનાઈની નજીકના ક્ષેત્રોમાં આતંકવાદીઓની છાવણીઓ વિરુધ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં આતંકવાદીઓ ઠાર મરાયા છે અને મસ્જિદ પર થયેલ જીવલેણ હુમલામાં વપરાયેલ વાહનોનો પણ નાશ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આતંકીઓના હથિયાર ડીપો પર પણ હુમલો કરાયો હતો.
મિસર સરકારે હુમલા બાદ ત્રણ દિવસ સુધી રાજકીય શોકની ઘોષણા કરી છે તેમજ આ હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરૂધ્ધની લડાઈમાં ઈજિપ્તનો સાથ આપવાની જાહેરાત કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે આશ્વાસન પાઠવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks