નવી દિલ્હી, તા.ર૪
ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી લીગ મેચો દરમ્યાન એક ટીમ ફક્ત ૧૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી વિરોધી ટીમે લક્ષ્યાંક ફક્ત ૧ર મિનિટમાં પ્રાપ્ત કરી લીધો. આ મેચ ર૧ જુલાઈએ રમાઈ હતી. શેફર્ડ નીમ કેંટ ક્રિકેટ લીગમાં બેકનહમ સી.સી. અને બેકસલે સી.સી. વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બેકનહમ સી.સી. માત્ર ૧૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં બેકસલે સી.સી.એ ફક્ત ૧ર મિનિટમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ લીગ મેચોનું સૌથી લોએસ્ટ ટોટલ છે. સાથે જ ૧પર વર્ષ જૂની ક્રિકેટ કલબ બેકનહમ સી.સી.નો પણ આ અત્યાર સુધીનો સૌથી ખરાબ સ્કોર છે.
જો વાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોર ર૬ રન છે ૧૯પપમાં ત્યારે ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડ ઘુંટણીયે પડ્યું હતું. જ્યારે વન-ડે ક્રિકેટમાં શ્રીલંકા વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ૩પ રનમાં ઓલઆઉટ થયું હતું.