ફ્રાન્સ : ચાર અમેરિકન યુવતીઓે પર એસિડ હુમલો

(એજન્સી) માર્સેઇલે,તા.૧૮
દક્ષિણ ફ્રાન્સના માર્સેઇલે રેલ્વે સ્ટેશન ખાતે રવિવારે એસિડ હુમલો કરવામાં આવતાં ઓછામાં ઓછી બે અમેરિકન વિદ્યાર્થીનીઓ ઘાયલ થઇ હતી, તેમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. તેમની સાથે રહેલી બે અમેરિકન વિદ્યાર્થીનીઓ આ હુમલાનો ભોગ બનતા બચી ગઇ હતી. ૪૧ વર્ષીય હુમલાખોર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલોે કરનાર મહિલા માનસિક રોગી છે. ઉલ્લેખનીય છે કે તે કોઇ આતંકી સંગઠન સાથે સંકળાયેલી હોય તેવા કોઇ સંકેત મળ્યા નથી. માર્સેઇલે પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે હાલ એવા કોઇ સંકેત નથી મળ્યા કે આ એક આતંકી હુમલોે છે. આશરે ૨૦ વર્ષની ઉંમર ધરાવતી આ વિદ્યાર્થીનીઓ સેન્ટ ચાર્લ્સ રેલ્વે સ્ટેશન પાસે હતી તે સમયે હુમલાખોરે તેમના પર એસિડ હુમલો કર્યો હતોે, તેમ પોલીસે જણાવ્યું હતું. આ હુમલાનો ભોગ બનતા બચી ગયેલી વિદ્યાર્થીનીઓ હજુ પણ ભયભીત છે. આ ચારેય યુવતીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ચારેય યુવતીઓ બોસ્ટોન કોલેજની વિદ્યાર્થીનીઓ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks