ફ્રાન્સમાં વર્લ્ડકપ જીતની ઉજવણીમાં ભંગ : કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ,૧૦ની ધરપકડ

પેરિસ,તા.૧૬
ફ્રાન્સમાં વર્લ્ડ કપ જીત્યા પછી લાખો પ્રશંસકો જ્યાં રસ્તા પર ઉતરી પોતાની ટીમની જીત ખુશી મણાવી રહ્યા છે, ત્યારે કેટલીક જગ્યા પર હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. ચેમ્પ્સ એલિસીસ એવેન્યૂમાં કેટલાંક યુવાનોએ એક ખાસ સ્ટોરના કાંચ તોડી ત્યાં લૂંટફાટ કરી હતી.
રવિવારે માસ્ક પેહરીને ૩૦ જેટલા લોકો એક સ્ટોરમાં પ્રવેશ કર્યો અને ત્યાર બાદ ત્યાંથી વાઈન અને શેમ્પયનની બોટલોની ચોરી કરી હતી. જે પછી કેટલાંક લોકોએ પોલીસની પણ બોટલ અને ખુરશીઓ પણ ફેંકી હતી. જેના જવાબમાં પોલીસે આંસુ ગેસ છોડાવા પડ્યા હતા. જેનો કેટલાંક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ ઘટનાને જીત પછી યોગ્ય ગણાવી ન હતી.
આ પ્રખ્યાત સ્થાન પર જ્યારે લાખો લોકો એકત્ર થયા હતા ત્યારે પોલીસે તેમને હટાવવા માટે વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના દક્ષિણમાં આવેલ લિયોનમાં પોલીસ અને આશરે ૧૦૦ જેટલા યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. યુવાનો જાહેરમાં સ્ક્રીનીંગ દરમિયાન પોલીસના વાહન પર ચઢી ગયા હતા.
આ પછી યુવાનોને રોકવા માટે પોલીસે આંસુ ગેસની મદદ લેવી પડી હતી. યુવાનોએ પોલીસ પર વસ્તુઓ ફેંકવાનું શરૂ કરી દીધું હતું અને કચરા પેટીમાં આગ લગાવી દીધી હતી. જે પછી પોલીસે માર્સિલેમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે, તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બીજી તરફ પૂર્વ ક્ષેત્રમાં આવેલ નૈંસીના ફ્રોઆર્ડ વિસ્તારમાં ત્રણ વર્ષીય છોકરો અને ૬ વર્ષની છોકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓ ઉજવણી માટે એકત્ર થયા હતા. પોલીસે જણાવ્યું કે, દક્ષિણ પૂર્વ શહેર એનેસીમાં ૫૦ વર્ષના વ્યક્તિનું ગર્દન તૂટવાના કારણે મોત થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts