ફ્રેન્ડલી મેચ : ફ્રાન્સ અને અમેરિકા વચ્ચેની મેચ ડ્રો

મોસ્કો,તા. ૧૧
ફિફા વર્લ્ડ કપ પહેલા ચાલી રહેલી ફ્રેન્ડલી મેચોના દોરના ભાગરૂપે ફ્રાન્સ અને અમેરિકા વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહેતા ફ્રાન્સને નિરાશા હાથ લાગી હતી. ફ્રાન્સ તરફથી સ્ટાર ખેલાડીઓ પણઁ ગોલ કરી શક્યા ન હતા. કાઇલિયાન એમબાપેએ ૬૯મી મિનિટમાં ગોલ કરીને ફ્રાન્સની હારને ટાળી દીધી હતી. ફ્રાન્સની પોતાની છેલ્લી ફ્રેન્ડલી મેચમાં રમત નિરાશાજનક રહી હતી. એક વખતે એવુ લાગી રહ્યુ હતુ કે અમેરિકા ફ્રાન્સ પર જીત મેળવી લેશે. પ્રથમ હાફમાં જ જુનિયન ગ્રીને અમેરિકા માટે પ્રથમ ગોલ કર્યો હતો. ફ્રાન્સની ટીમ આક્રમક દેખાઇ રહી ન હતી. ફ્રાન્સની ટીમ ફીફા વર્લ્ડ કપમાં ગ્રુપ સીની મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે મેદાનમાં ઉતરીને પોતાના અભિયાનની શરૂઆત કરનાર છે. ત્યારબાદ તે પેરુ અને ડેનમાર્કની સામે રમશે. બીજી બાજુ અન્ય અભ્યાસ મેચમાં સ્પેને જીત મેળવી હતી. સ્પેન પોતાની વર્લ્ડ કપ મેચોને લઇને આશાવાદી છે. તે પણ ફેવરીટ ટીમો પૈકીની એક ટીમ તરીકે રહી છે. બીજી બાજુ અન્ય એક મેચમાં ડેનમાર્કે મેક્સિકો પર જીત મેળવી હતી. મેક્સિકો પર ડેનમાર્કે ૨-૦થી જીત મેળવી હતી. મેક્સિકોને કોઇ ગોલ કરવામાં સફળતા મળી ન હતી. મેચના ૭૧મી મિનિટમાં પ્રથમ ગોલ ડેનમાર્ક તરફથી કરવામા ંઆવ્યો હતો. યુસુફ પોલસન દ્વારા આ ગોલ કરવામાં આવ્યો હતો.ફિફા વર્લ્ડ કપની શરૂઆત થાય તે પહેલા રમાઇ રહેલી ફ્રેન્ડલી મેચોના દોર જારી રહ્યો છે. ૧૪મી જુનથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks