હેમિલ્ટન,૧
ઓપનર માર્ટીન ગુપ્ટિલે પુનરાગમનમાં જ અણનમ ૧૮૦ રનની ધમાકેદાર ઈનિંગ રમી જેનાથી ન્યુઝીલેન્ડે ચોથી વન-ડેમાં દ.આફ્રિકાને ૩૦ બોલ બાકી રહેતા સાત વિકેટે હરાવી પાંચ મેચોની સિરીઝ ર-રથી બરાબર કરી. ગુપ્ટીલ વિશ્વનો પહેલો એવો બેટસમેન બની ગયો છે જેણે વન-ડેમાં ૧૮૦ અથવા તેનાથી વધારેની ત્રણ ઈનિંગો રમી છે. તેણે ન્યુઝીલેન્ડ-દ.આફ્રિકા વચ્ચે એક ઈનિંગમાં હાઈએસ્ટ સ્કોરનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. આ પહેલા ડીવિલિયર્સ (અણનમ ૭ર) અને ડુપ્લેસીસ (૬૭) અને પાર્નેલના ૧ર બોલમાં ર૯ રનની ઈનિંગથી દ.આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ર૭૯ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે અંતિમ પાંચ ઓવરોમાં ૭ર રન આપ્યા. ગુપ્ટીલે પોતાની ઈનિંગ દરમ્યાન ૧૩૮ બોલનો સામનો કર્યો તથા ૧પ ચોગ્ગા અને ૧૧ સિક્સર ફટકારી.
સ્કોરબોર્ડ
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ :
અમલા બો.પટેલ ૪૦
ડીકોકકો.રોન્ચી બો.પટેલ ૦૦
ડુપ્લેસીસ કો.સેન્ટનર
બી.નિસામ ૬૭
ડ્યુમીની બી.સાઉથી ૨૫
ડીવીલીયર્સ નોટઆઉટ ૭૨
મિલર કો.બ્રાઉનીલ
બો.સેન્ટનર ૦૧
પ્રીટોરીયસ રનઆઉટ ૧૦
મોરીસ બી.બોલ્ટ ૨૮
પાર્નેલ રનઆઉટ ૨૯
વધારાના ૦૭
કુલ (૫૦ ઓવરમાં ૮ વિકેટે) ૨૭૯
પતન : ૧-૧, ૨-૬૬, ૩-૧૨૮, ૪-૧૪૦, ૫-૧૪૩, ૬-૧૫૮, ૭-૨૧૬, ૮-૨૭૯.
બોલિંગ : પટેલ : ૧૦-૦-૫૭-૨, સેન્ટનર : ૧૦-૦-૪૦-૧, બોલ્ટ : ૧૦-૦-૭૦-૧, સાઉથી : ૧૦-૦-૭૦-૧, ગ્રાન્ડહોમ : ૨-૦-૧૦-૦, વિલિયમ્સન : ૩-૦-૧૭-૦, નિસામ : ૫-૦-૧૫-૧.
ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ :
ગુપ્ટીલ નોટઆઉટ ૧૮૦
બ્રાઉની કો.ડીકોક
બો.રબાડા ૦૪
વિલિયમ્સન એલબી
બો. તાહીર ૨૧
ટેલરકો.અમલા બો.તાહીર૬૬
રોન્ચી નોટઆઉટ ૦૧
વધારાના ૦૮
કુલ (૪૫ ઓવરમાં ૩ વિકેટે) ૨૮૦
પતન : ૧-૫, ૨-૭૭, ૩-૨૫૭.
બોલિંગ : રબાડા : ૮-૦-૪૧-૧, પાર્નેલ : ૭-૧-૪૪-૦, મોરીસ : ૯-૦-૫૪-૦, ડ્યુમીની : ૩-૦-૨૬-૦, પ્રીટોરીયસ : ૮-૦-૫૫-૦, તાહીર : ૧૦-૨-૫૬-૨.