(એજન્સી) લંડન, તા.ર૯
બ્રિટનના લેઈથ શહેરમાં એક ગુરૂદ્વારા ઉપર સશસ્ત્ર હુમલો કરાયો હોવાની શંકા છે. જેના લીધે આગ લાગી હતી. પોલીસનું માનવું છે કે નફરત ફેલાવવાના ભાગરૂપે હુમલો કર્યો હોવાનું જણાઈ આવે છે. લેઈથ શહેરમાં ગુરૂનાનક ગુરૂદ્વારા સાહિબ આવેલ છે. એમાં આગ લાગી હતી. એવું માનવામાં આવે છે કે સવારે પઃ૦૦ વાગે લાગેલ આગ જાણીબુઝી કરાયેલ હુમલાનું પરિણામ છે. જો કે કોઈ જાનહાનિ થઈ નથી પણ બિલ્ડિંગને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું હતું. ગુરૂદ્વારાના અધિકૃત ફેસબુક ઉપર નોંધ મૂકાઈ હતી જેમાં લખ્યું હતું અમે દુઃખ સાથે જણાવીએ છીએ કે સવારે પાંચ વાગે ગુરૂદ્વારા ઉપર સશસ્ત્ર હુમલો કરાયો હતો. અમુક લોકોએ મુખ્ય દ્વારા બાળવાનો પ્રયાસ કર્યું હતું. ગુરૂદ્વારામાં અતિશય ધૂમાડો થવાથી પોલીસ કોઈને પ્રવેશવા દેતી નથી. સ્કોટલેન્ડના પોલીસ અધિકારીએ જણાવ્યું કે સદનસીબે આગ બુઝાવવામાં આવી છે અને કોઈને ઈજા થઈ નથી પણ અમે આ ઘટનાની તપાસ ગંભીરતાથી કરીશું. કમિટિના સભ્યે કહ્યું ગુરૂદ્વારા સાહિબના સ્થાનિક લોકો સાથે સારા સંબંધો છે. આ હુમલાથી મને આશ્ચર્ય થયું છે.