હાફિઝની રેલીમાં ભાગ લેવા બદલ પેલેસ્ટીની રાજદૂતને પરત બોલાવાયા

(એજન્સી) બાહોર, તા.૩૦
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડની રેલીમાં રાવલપિંડી ખાતે પેલેસ્ટીની રાજદૂત હાફિઝ સઈદ સાથે બેઠેલા જોઈ ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો. તેથી પેલેસ્ટીની સરકારે ખેદ વ્યક્ત કર્યો હતો.
પેલેસ્ટીની રાજદૂત વાલીદ અબુ અલી રાવલપિંડીની હાફિઝ સઈદની રેલીમાં જોવા મળ્યા હતા. તેઓ હાફિઝ સઈદ સાથે બેઠ્યા હતા. ભારતે તેની સામે કડક વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પેલેસ્ટીન સત્તાવાળાઓએ કહ્યું કે તે ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે તેમજ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ લોકોનો વિરોધ કરે છે.
હાફિઝ સઈદે રાવલપિંડીના લિયાકત બાગમાં રેલી કાઢી હતી. જે રેલીને પેલેસ્ટીની રાજદૂત વાલીદ અબુઅલીએ પણ સંબોધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે અમે આ મુદ્દો નવી દિલ્હીમાં પેલેસ્ટીની રાજદૂત સમક્ષ ઉઠાવીશું. હાફિઝ સઈદ હમણાં જેલમાંથી છૂટ્યો છે. હાફિઝ સઈદ પાકિસ્તાનમાં આગામી ચૂંટણીમાં ઊભો રહેવા માંગે છે. પાકિસ્તાન ચૂંટણીપંચે હાફિઝને પાર્ટી બનાવવાની માન્યતા આપી નથી. પેલેસ્ટીની રાજદૂતને હાફિઝ સઈદ સાથે મંચ પર બેઠેલો જોઈ સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ છે. દરમિયાન પેલેસ્ટીની સત્તાવાળાઓને તેના પાકિસ્તાન ખાતેના રાજદૂત વાલીદ અબુ અલીને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. જે ભારત ખાતે પેલેસ્ટીની રાજદૂત અદનાન અબૂએ માહિતી આપી હતી. પેલેસ્ટીને ભારતને ખાત્રી આપી છે કે તે ત્રાસવાદ સામેના યુદ્ધમાં ભારતની સાથે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks