હૌથી અને સાલેહનાં દળો વચ્ચે સનામાં અથડામણ : બેનાં મોત

(એજન્સી) સના, તા.ર૭
યમનની રાજધાની સનામાં શનિવારે યમનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહના સમર્થકો અને હૌથી લડવૈયાઓ વચ્ચે થયેલ અથડામણમાં ઓછામાં ઓછા ર લોકોનાં મોત થયા હતા. રાષ્ટ્રપતિના રક્ષકો અને હૌથી લડવૈયાઓ વચ્ચે ગોળીબાર થયો હતો કારણ કે હૌતિ દ્વારા સાલેહના પુત્રના ઘર અને મીડિયા કાર્યાલય નજીક સિકયોરિટી ચેકપોઈન્ટ ઊભો કરવાનો પ્રયત્ન કરાયો હતો. થોડા થોડા સમયાંતરે થતી આ લડાઈ ૭ કલાક ચાલી હતી. હૌથી અને સાલેહ વચ્ચેનું વ્યુહાત્મક ગઠબંધન ઘણીવાર તકલાદી સાબિત થયું છે. બન્ને જૂથો એકબીજાના ઈરાદાઓ પ્રત્યે હંમેશા શંકાસ્પદ રહે છે. હૌતિ દ્વારા સાલેહને ‘દુષ્ટ’ કરાર અપાતા બીજા દિવસે ગુરૂવારે સાલેહે હજારો સમર્થકો સાથે રેલી કાઢી હતી. બન્ને પક્ષો ઉત્તરીય યમનમાં સત્તા પર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks