હવે લંડનમાં ઉબેર સેવા નહીં મળે, ૪૦ હજાર ડ્રાઈવરોને અસર

(એજન્સી) લંડન, તા.રર
ઉબેરને મોટો ઝાટકો લાગ્યો છે. બ્રિટનમાં લંડનના ટ્રાન્સપોર્ટ રેગ્યુલેટરે ઉબેરના લાઈસન્સ રિન્યુ કરવાની અરજીને નામંજૂર કરી દીધી છે તેનો અર્થ એ છે કે ઉબેર હવે લંડનમાં પોતાની સેવા નહીં આપી શકે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ઉબેર પ્રાઈવેટ હાયર ઓપરેટર લાઈસન્સ મેળવવા માટે યોગ્ય નથી. સૂત્રોએ જણાવ્યું કે, લંડનના ટેક્સી અને પ્રાઈવેટ હાયર સાથે સંબંધિત ટીએફઆઈના નિયમો મુસાફરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. પ્રાઈવેટ હાયર ઓપરેટરોએ આ નિયમોનું પાલન કરવું જોઈએ. ટીએફઆઈએ સંતુષ્ટ થવું જોઈએ. લાઈસન્સ મેળવવા માટે યોગ્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉબેર આ અંગે અપીલ કરશે. લંડનમાં ઓપરેટ કરવા સંબંધિત ઉબેરનું લાઈસન્સ ૩૦ સપ્ટેમ્બર સુધી જ માન્ય છે. કંપનીનો દાવો છે કે, લંડનમાં તેના આશરે ૩પ લાખ યુઝર્સ છે અને તેના પ્લેટફોર્મ પર આશરે ૪૦ હજાર ડ્રાઈવરો ઓપરેટ કરી રહ્યા છે. અગાઉ ઉબેરનું લાઈસન્સ મે મહિના સુધી જ માન્ય હતું ત્યારબાદ તેની માન્યતા ૪ મહિના માટે વધારવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks