ઓર્ગેનિક ખોરાકથી આરોગ્ય રહેશે સ્વસ્થ

– ગુંજન શર્મા

હેલ્થનો સીધો સંબંધ ડાયેટથી છે. તંદુરસ્ત રહેવા માટે લોકો હવે ઝડપથી ઓર્ગેનિક ફૂડ અપનાવી રહ્યા છે. એને આરોગ્યના ખ્યાલથી સારું માનવામાં આવે છે.

શું છે ઓર્ગેનિક ફૂડ : ઓર્ગેનિક ફૂડ તે ફૂડ છે, જે કેમિકલ-ફ્રી હોય છે. એમાં કોઈ પ્રકારની પેસ્ટિસાઈસ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી. આ ફળો અને શાકભાજીના ઉત્પાદન દરમિયાન એનો આકાર વધારવા કે સમય પહેલાં પકાવવા માટે કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. એને જૈવિક ખેતી પણ કહેવામાં આવે છે. ઓર્ગેનિક ફૂડ ઓર્ગેનિક ફાર્મમાં ઉગાડવામાં આવે છે. જેમ કે, સામાન્ય ફૂડ આઈટમ્સ અને ઓર્ગેનિક ફૂડ આઈટમ્સની વચ્ચે ફરક કરવો મુશ્કેલ છે કારણ કે રંગ અને આકારમાં આ એક જેવા જ દેખાય છે.

આવી રીતે ઓળખો : બજારમાં તમામ પ્રકારના ફળ અને શાકભાજી હોય છે, જે દેખાવમાં સૌથી વધુ ફ્રેશ લાગે છે, પરંતુ એનો એ અર્થ નથી કે તે ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ફૂડ વસ્તુ સર્ટિફાઈડ હોય છે અથવા છાપેલી હોય છે. આના પર સર્ટિફાઈડ સ્ટીકર્સ લાગેલા હોય છે અથવા છાપેલા હોય છે. એનો સ્વાદ પણ સામાન્ય ફૂડથી થોડો અલગ હોય છે. ઓર્ગેનિક મસાલાની ગંધ સામાન્ય મસાલાની તુલનામાં તેજ હોય છે. આ પ્રકારના ઓર્ગેનિક શાકભાજી ઓગળવામાં વધુ ટાઈમ નથી લાગતો.

આ છે ખાસિયતો :

  • ઓર્ગેનિક ફૂડસમાં ખાસ કરીને ઝેરીલા તત્ત્વો હોતા નથી કારણ કે એમાં કેમિકલ્સ, પેસ્ટિસાઈસ, ડ્રગ્સ, પ્રિઝર્વેટિવ જેવી નુકસાનકારક પહોંચાડનારી ચીજોનો ઉપયોગ કરવામાં આવતો નથી. સામાન્ય ફૂડ આઈટમ્સમાં પેસ્ટિસાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના પેસ્ટિસાઈડસમાં અર્ગિનો ફોસ્ફરસ જેવા કેમિકલ હોય છે, જેમાં ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે.
  • તે આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. પારંપારિક ફૂડના મુકાબલે ઓર્ગેનિક ફૂડ આઈટમ્સમાં ૧૦થી પ૦ ટકા સુધી વધુ પૌષ્ટિક તત્ત્વ હોય છે. આમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ અને આયરન પણ વધુ હોય છે. એમાં ઉપલબ્ધ ન્યુટ્રિશન્સ હૃદયની બીમારી, માઈગ્રેન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે.

ઓર્ગેનિક ફાર્મ્સથી ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીમાં વધુ એન્ટી ઓક્સિડેન્ટસ હોય છે કારણ કે આમાં પેસ્ટિસાઈટસ હોતા નથી તેથી આવા પોષક તત્ત્વ જેમના તેમ રહે છે જે તમારા આરોગ્ય માટે સારા છે અને તમને બીમારીઓથી બચાવે છે.

  • તે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. આ શરીરમાં ચરબી પણ વધવા દેતા નથી કારણ કે ઓર્ગેનિક ફૂડને પ્રોસેસ્ડ કરતા સમયે સૈચુરેટેડ ફેટનો ઉપયોગ કરવામાં આવતો નથી. આનાથી મેદસ્વીતા વધતી નથી. તે સુરક્ષિત પણ લાંબા સમય સુધી રહે છે.
  • ઓર્ગેનિક ફૂડમાં ખાસ પ્રકારથી ઉગાડવામાં આવનાર પાકના મુકાબલે વધુ પોષક તત્ત્વ હોય છે. કારણ કે એને જે માટીમાં ઉગાડવામાં આવે છે. તે વધુ ફળદ્રુપ હોય છે. ઓર્ગેનિક ખેતી શરૂ કરતાં પહેલાં જમીનને બે વર્ષ માટે ખાલી છોડી દેવામાં આવે છે. જેથી માટીમાં પહેલાંથી ભળેલા પેસ્ટિસાઈસની અસર પૂરી રીતે નાશ પામી શકે. આના કારણે આ ઉત્પાદનોમાં વિટામિન અને મિનરલ વધુ હોય છે.
  • આજકાલ લોકોમાં એન્ટી-બાયોટિકને લઈને વિરોધ વધી રહ્યો છે. એનું કારણ જરૂર ના પડવા પર પણ એન્ટી-બાયોટિક લેવા સિવાય એ ચીજોનું સેવન પણ છે, જે આપણે ખાઈએ છીએ કારણ કે એમને ખરાબ થવાથી બચાવવા માટે એન્ટી-બાયોટિક આપવામાં આવે છે. જ્યારે અમે એવી ચીજોને ખાઈએ છીએ, તો આપણા ઈમ્યૂન સિસ્ટમ નબળી થઈ જાય છે. ઓર્ગેનિક ફૂડસના કારણે આ નુકસાનથી આપણે બચી જઈએ છીએ.

ફાયદો કાયમ રાખે છે : યોગ્ય રીતે રાંધવાથી ઓર્ગેનિક ફૂડ ફાયદો કરાવે છે. જો તમે ઓર્ગેનિક શાકભાજીઓથી જંકફૂડ (પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ વગેરે) અથવા તળેલું-બાફેલું ખાવાનું બનાવી રહ્યા છો તો એના પોષક તત્ત્વ પણ ઓછા થઈ જશે. ઓર્ગેનિક ફૂડને ઓઈલી બનાવીને કે એને જંકફૂડમાં તબદિલ કરીને એને મિનરલ્સ અને વિટામિનને નષ્ટ ના કરો.

આ ફૂડ આઈટમ્સ છે વધુ પોપ્યુલર : ઓર્ગેનિક ફૂડ આઈટમ્સથી સિઝનેબલ ફળ અને શાકભાજીઓની વધુ માંગ હોય છે, જેમ કે ગરમીમાં તડબૂચ, કેરી અને શાકભાજીઓમાં ટીંડોળા, તૂરિયા અને દૂધી વગેરે. આ સિવાય મસાલા, દાળ, ચોખા, લોટ, મધ, ગ્રીન ટી, હર્બ્સ, કોપરેલ અને જૈતુન તેલ (ઓલિવ ઓઈલ)ની માંગ પણ વધી રહી છે જ્યાં સુધી બ્રેડની વાત છે તો માર્કેટમાં ઘણા નામથી ઓર્ગેનિક ફૂડ ઉપલબ્ધ છે.

કિંમત કેમ વધુ : ઓર્ગેનિક ફૂડ આઈટમ્સનું ઉત્પાદન સામાન્ય ફૂડના મુકાબલે ઓછું છે અને માંગ વધુ છે તેથી બજારમાં એની કિંમત નોર્મલ ફૂડ આઈટમ્સના મુકાબલે વધુ હોય છે. ખાસ કરીને મોટાભાગના ખેડૂત જૈવિક ખેતીના બદલે પારંપારિક પ્રકારથી જ ખેતી કરે છે. આ સિવાય એનું સર્ટિફિકેશન પણ મોંઘું હોય છે અને સબસિડી પણ મળતી નથી. પરંતુ ધ્યાન રાખો કે વરસો સુધી ખાવામાં પેસ્ટિસાઈસ અને કેમિકલ્સ ખાધા પછી ખરાબ થતા આરોગ્યનો સામનો ઓર્ગેનિક ફૂડની કિંમત વધુ નથી.

નજીકના સ્ટોરની જાણકારી કેવી રીતે મેળવશો :

  • જે ચીજો પર નેચરલ કે ફાર્મ ફ્રેશ લખેલું હોય, જરૂરી નથી કે તે ઓર્ગેનિક હોય. તે પોતાની અંદર પ્રિઝર્વેટિક-ફ્રી હોઈ શકે છે પરંતુ બની શકે છે કે આમાં એવી સામગ્રી હોય, પેસ્ટિસાઈડ નાખવામાં આવેલ હોય અથવા તે જર્નિટિકલી મોડિફાઈડ હોય.
  • ડીડીટી જેવી જંતુનાશક દવાઓ વરસો સુધી હવા અને માટીમાં રહે છે. આ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે. તેથી જંતુનાશકથી જેટલા દૂર રહો તેટલું સારું.

– એની કિંમત નોર્મલ ફૂડ આઈટમ્સના મુકાબલે લગભગ ૪૦-પ૦ ટકા સુધી વધુ હોય છે.

  • ઓર્ગેનિક ફૂડ ખાવા પર દરેક મહિને લગભગ ૧ર૦૦થી ૧પ૦૦ સુધી રૂપિયા વધારાની જરૂર પડે છે.

આવી રીતે વધો ઓર્ગેનિકની તરફ

  • હંમેશા લોકો ઈચ્છે છે છતાં પણ ઓર્ગેનિક ફૂડસ શરૂ કરી શકતા નથી. કારણ ફેવરિટ બ્રેડનો સ્વાદ નજીકની ગ્રોસરી દુકાન પર એ ઉપલબ્ધ ન હોવો અને મોંઘું હોવો વગેરે હોઈ શકે છે. તમે આ સરળ આસાન સ્ટેપ્સને અપનાવીને ઓર્ગેનિક સફર શરૂ કરી શકો છો.
  • પૂરી ગ્રોસરી લિસ્ટને બદલવાનું ના વિચારો. થોડાકથી શરૂઆત કરો. દા.ત. પહેલા ચોખાથી શરૂઆત કરો. રેડ, બ્રાઉન અથવા પોલિશ વગરના કોઈપણ ચોખા પસંદ કરો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત આ ચોખા ખાઓ. પછી ધીરે-ધીરે સંખ્યા વધારી દો. બ્રાઉન ચોખા વધુ પૌષ્ટિક હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. આ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. આ રીતે વાઈટ સુગરના બદલે ગોળ, સાકર કે ખાંડનો ઉપયોગ કરો. આમાં આયરન વધુ માત્રામાં હોય છે અને રિફાઈન ન કરેલ હોવાને કારણે એ આરોગ્યને નુકસાન પણ પહોંચતું નથી. આ રીતે તમે ઓર્ગેનિક ફૂડના ફાયદા મેળવી શકો છો.
  • સિઝનની લીલી શાકભાજી જેવી કે પાલક, મેથી, ચોખા, ફૂદીનો, ધાણા વગેરેથી શરૂઆત કરો. સિઝન હોવાના કારણે એ ખાવું આરોગ્ય માટે પણ સારું છે.
  • ઓર્ગેનિકને પોતાની આખી લાઈફટાઈમમાં સામેલ કરો. ઓર્ગેનિક સાબુ, લોશન અને નોન-સિન્થેટિક ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. જો વાળ કલર કરતા હોય તો કેમિકલ-ફ્રી પોડક્ટનો ઉપયોગ કરો.
  • તમારા ખાવા-પીવામાં થોડોક ફેરફાર કરીને ઓર્ગેનિક લાઈફની તરફ પગલું ભરી શકો છો. દા.ત. સફેદ ચોખાના બદલે બ્રાઉન ચોખા ખાવાનું શરૂ કરો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts