(એજન્સી) બૈરૂત, તા.ર૫
મુસ્લિમ મહિલાઓના હિજાબ અને નકાબ પર પશ્ચિમી દેશોમાં નકારાત્મક વ્યવહાર અને ચર્ચા કોઈ નવી વાત નથી. પરંતુ હાલમાં લેબેનોન જેવા બહુરાષ્ટ્રીય દેશમાં એક વિશ્વવિદ્યાલયના પ્રોફેસરે હિજાબના અપમાન પર આધારિત એવા શબ્દોનો ઉપયોગ કર્યો જેમાં તેની જાતિ સામે આવી છે.
હાલમાં જ બૈરૂતમાં સ્થાપિત અમેરિકન વિશ્વવિદ્યાલયની એક ૧૮ વર્ષીય વિદ્યાર્થિની મરિયમ દુજાનીને સામાજિક વિજ્ઞાનના લેક્ચર દરમિયાન પ્રોફેસર સમીર ખલફને એક વાક્ય ફરીથી બોલવા કહ્યું જેથી પ્રોફેસર ગુસ્સે થઈ ગયા અને મરિયમને સમગ્ર કલાસ સામે આકરા શબ્દોમાં ખખડાવી હતી.
પ્રોફેસરે મરિયમ દુજાનીને સંબોધિત કરતા કહ્યું કે, આ જે તમે તમારા માથા પર અને કાન પર મૂર્ખોની જેમ ઢાંક્યું છે, એને કાઢો જેથી તમને મારો અવાજ સારી રીતે સંભળાય. ભરેલા કલાસમાં એક વિદ્યાર્થિનીનું આ રીતે અપમાન કર્યું તો મરિયમને સહન ના થયું. તેણે વિશ્વવિદ્યાલય પ્રશાસનને ફરિયાદ કરી. પ્રશાસને કહ્યું કે, આ પ્રોફેસરના વ્યક્તિ વિચાર છે, એનો અર્થ એ નથી કે તમામ હિજાબી મહિલાઓની નિંદા કરી છે.
મરિયમનું કહેવું છે કે, પ્રોફેસર સમીરે તેની જાતને નહીં પરંતુ સમગ્ર ઈસ્લામી હિજાબને નિશાન બનાવ્યા, જેથી તમામ હિજાબ પહેરતી મહિલાઓને આંગળી ચિંધી છે.
બૈરૂત સ્થિત અમેરિકન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં પ્રોફેસર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનમાં હિજાબ ન પહેરનારી વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતી.