પાકિસ્તાન ભવિષ્યમાં અન્ય કોઇપણ દેશની લડાઇ નહીં લડે : ઇમરાનખાન

(એજન્સી) , તા. ૭
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને આતંકવાદ વિરૂદ્ધ લડાઇ અંગે કહ્યું છે કે, તે ભવિષ્યમાં કોઇ અન્ય દેશની લડાઇ નહીં લડે. ઇમરાને કહ્યું છે કે, તેઓ શરૂાતથી જ યુદ્ધની વિરૂદ્ધમાં રહ્યા છે અને તેમની સરકારની વિદેશ નીતિ સર્વોચ્ચ હિતમાં હશે. સુરક્ષા દિવસ કાર્યક્રમમાં પોાતના સંબોધન દરમિયાન ઇમરાન ખાને પાકિસ્તાનના ઘણા સાંસદો, રાજદ્વારીઓ, ખેલાડઓ અને તમામ કલાકારોની હાજરીમાં આ અંગેની જાહેરાત કરી હતી. ઇમરાનના નિવેદનનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે, તેમની ધરતી પર રહેલા આતંકવાદીઓ વિરૂદ્ધ પગલાં ભરવા અંગે પાકિસ્તાન પીછેહટ કરી શકે છે.
અહેવાલો અનુસાર આતંકવાદને લઇ થયેલા મોત અંગે ઇમરાને કહ્યું કે, હું ઘણા સમય પહેલાથી આ યુદ્ધ વિરોધી રહ્યો છું. ભવિષ્યમાં અમે કોઇ અન્ય દેશના યુદ્ધનો ભાગ બનીશું નહીં. અમારી વિદેશ નીતિ સર્વોચ્ચ સ્થાને હશે. ઇમરાન ખાને કહ્યું કે, તેઓ હ્યુમન કેપિટલ પર રોકાણ કરવાનું કામ કરશે. તેમણે ઉમેર્યું કે, બાળકોને શાળાએ મોકલવા, હોસ્પિટલ તૈયાર કરવા અને મેરિટ સિસ્ટમ બનાવી અમે તમામ સાથે એક સમાન વ્યવહાર થાય તેવી વ્યવસ્થા બનાવીશું. તેમણે કહ્યું કે આ મદીનાના પ્રથમ મુસ્લિમ રાજ્યની જેમ હશે. સેના અને સરકાર વચ્ચે મતભેદોના સવાલ અંગે ઇમરાને કહ્યું કે, દેશના હિતોને લઇ અમે એક જ માર્ગ પર છીએ. સેનાના કામકાજની પ્રશંસા કરતા ઇમરાને કહ્યું કે, આ એકમાત્ર એવું સંસ્થાન છે જેમાં કોઇ રાજકીય દખલ નથી અને બધું મેરિટના આધારે થાય છે. આ કાર્યક્રમમાં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, આપણે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધથી ઘણું બધુંં શીખ્યા છીએ અને પોતાની સુરક્ષા માટે પરમાણુ હથિયારોને વિકસિત કર્યા છે. પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધ માટે મોટી કિંમત ચુકવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks