(એજન્સી) તા.૧૧
પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાનખાને પ્રધાનમંત્રી પદ માટેના શપથગ્રહણ સમારોહમાં આવનારા આમંત્રિતોની યાદીમાં ફેરફાર કર્યો છે. હવે આ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઈમરાનખાને કયા ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરોને આમંત્રિત કર્યા છે. આ શપથગ્રહણ સમારોહમાં ઈમરાનખાને ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરો કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં ૧૧ ઓગસ્ટે શપથગ્રહણ સમારોહ થવાનો હતો તે ૧૮ ઓગસ્ટે થશે. પીટીઆઈના સૂચના સચિવ ફૈસલ જાવેદે કહ્યું હતું કે, શપથગ્રહણ સમારોહમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૯૯રમાં વિશ્વકપ વિજેતા પાકિસ્તાનની ટીમના સભ્યોને શપથગ્રહણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ટીમનું નેતૃત્વ ઈમરાનખાને કર્યું હતું.
Facebook
0
Twitter
0