ઈન્ડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપનો મૃત્યુઆંક ૯૧ પર પહોંચ્યો

(એજન્સી) જકાર્તા,તા.૬
ઇન્ડોનેશિયાના દ્વીપ લોમબોક પર રવિવારના રોજ ભૂકંપનો એક તગડો ઝાટકો મહેસૂસ થયો, તેમાં ૯૧ લોકોના મોત થયા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. કેટલીય બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું. અધિકારીઓએ આ માહિતી આપી. ભૂકંપથી પર્યટકો અને સ્થાનિક લોકોમાં દહેશત ફેલાય ગઇ. અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (યુએસજીએસ)ના મતે આ ભૂકંપની તીવ્રતા ૭ હતી અને તેનું કેન્દ્રબિંદુ લોમબેકના ઉત્તરી ક્ષેત્રમાં જમીનથી માત્ર ૧૦ કિલોમીટર નીચે હતું.
એક સપ્તાહ પહેલાં લોમબેક દ્વીપ પર આવેલા ભૂકંપમાં ૧૨થી વધુ વ્યક્તિઓના મોત થયા હતા. માતારામ તલાશી અને બચાવ એજન્સીના એક વરિષ્ઠ અધિકારી અગુંજ પ્રામુજાએ એએફપીને કહ્યું કે મૃતકોની સંખ્યા વધીને ૯૧ થઇ ગઇ છે. અધિકારીઓએ કહ્યું કે ભૂકંપ બાદ જાહેર કરાયેલ સુનામીની ચેતવણી રદ્દ કરી દેવાઇ છે.
અધિકારીઓએ કહ્યું કે આ ભૂકંપમાં એક સંક્ષિપ્ત સુનામીની ચેતવણી રજૂ કરાઈ હતી. બાલીના દેનપાસારમાં બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું હતું. આ બિલ્ડિંગમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટ ટર્મિનલની બિલ્ડિંગ સામેલ છે. હવામાન વિજ્ઞાન, જળવાયુ વિજ્ઞાન, અને ભૂભૌતિકી એજન્સીના અધિકારી ડી.કર્નાવતીએ કહ્યું કે સુનામીની ચેકવણી ત્યારે પાછી લેવામાં આવી જ્યારે સુનામીની લહેર ત્રણ ગામમાં માત્ર ૧૫ સેન્ટમીટરની ઊંચાઇએ નોંધાઇ.
૨૦૦૪મા ઇન્ડોનેશિયાના સુમાત્રા તટ પર ૯.૪ રિકટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો તેના લીધે ભારત સહિત વિભિન્ન દેશોમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા જ્યારે એકલા ઇન્ડોનેશિયામાં ૧૬૮૦૦૦ લોકોનો જીવ ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks