દુનિયા ટૂંક સમયમાં જ ઈઝરાયેલનો વિનાશ જોશે : ઈરાની સૈન્ય

(એજન્સી) ઈરાન,તા.૧૧
ઈસ્લામિક ગણતંત્ર ઈરાનમાં શુક્રવારે વિશ્વ કુદ્દસ દિવસ નિમિત્તે જુલૂસ કાઢવામાં આવશે. વિશ્વ કુદ્દસ દિવસના પ્રસંગે સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે વિશ્વ કુદ્દસ દિવસને સત્યના સમર્થનનું પ્રતીક ઠેરવવામાં આવ્યું. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. વિશ્વ કુદ્દસ દિવસ પેલસ્ટીની જનતા સાથ સહૃદયતા વ્યક્ત કરવાનો દિવસ છે જે અમેરિકા અને જાયોની શાસનના દુષ્ટ ષડ્યંત્રનો શિકાર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમેરિકાએ તેનું દૂતાવાસ બૈતુલ મુકદ્દસ સ્થળાંતરિત કરીને ઈસ્લામ ધર્મ અને મુસ્લિમો વિરુદ્ધ અત્યાચાર કર્યો છે. ઈરાનની વિશેષજ્ઞ સાંસદે એક નિવેદન જારી કરીને વિશ્વ કુદ્દસ દિવસના જુલૂસમાં વ્યાપક પ્રમાણમાં ભાગ લેવા જાહેર જનતાને અપીલ કરી છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકી પ્રશાસન તેલ અવીવમાં પોતાનું અસ્તિત્વ કાયમ કરવા જાયોની શાસનનું વ્યાપક સમર્થન અને પેલેસ્ટીનના જનસંહાર માટે તેલ-અવીવને સહયોગ આપી રહ્યું છે. જણાવી દઈએ કે ઈસ્લામિક ગણતંત્ર ઈરાનના સંસ્થાપક ઈમામ ખૈમેનીએ પેલસ્ટીનીઓ સાથે સદ્‌ભાવના વ્યક્ત કરવા માટે પવિત્ર રમઝાન માસના અંતિમ શુક્રવારને વિશ્વ કુદ્દસ દિવસ તરીકે ઉજવવા અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks