(એજન્સી) કિરકુક, તા.રપ
ઈરાકી શહેર કિરકુકમાં બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રણ કુર્દીશ પેશમર્ગા લડાકુઓનાં મોત નિપજ્યા છે.
દાઈશના આતંકી સમૂહના કબજા હેઠળ રહેલા વિસ્તારની નજીક આવેલા દાકુકમાં ગાડી પાસે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લડાકુઓ પણ ઘાયલ થયા હતા. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સમૂહે લીધી નથી, પરંતુ આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે કુર્દિસ્તાનની પ્રાદેશિક સરકારે સોમવારના સ્વતંત્ર લોકમતનું આયોજન કર્યું હતું.
પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિરોધ છતાં કુર્દિસ્તાને રપ સપ્ટેમ્બરના રોજ સ્વતંત્ર લોકમતનું આયોજન કર્યું હતું. આલોચકોનું કહેવું છે કે, ઈરાકનું વિભાજન એ દેશ પર વર્ષોથી આચરાતી હિંસાનો ડાઘ બની શકે છે. ગણતરીના દિવસો પહેલા થયેલા એક વિસ્ફોટમાં ત્રણ નાગરિકોનાં મોત નિપજ્યા હતા સાથે જ અન્ય નવ લોકો ઘાયલ થયા હતા.
કિરકુક એ તેલથી સમૃદ્ધ રાજ્ય છે. બગદાદ તથા કુર્દિસ્તાનમાં પણ આ જ નામનો પ્રદેશ હોવાથી સંઘીય સરકાર દ્વારા તેનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.