ઈસ્લામિક સ્ટેટની ઓડિયો ક્લીપમાં કુંભમેળા-ત્રિશૂરમાં લાસ વેગાસ જેવા હુમલાઓની ધમકી આપવામાં આવી

(એજન્સી) તહેરાન, તા. ૧૪
ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો દાવો કરતી એક મલાયલમ ઓડિયો ક્લીપમાં એવો દાવો કરવામાં કૂંભમેળા-ત્રિશૂરમાં લાસ વેગાસ જેવા હુમલાઓની ધમકી આપવામાં આવી છે. ૧૦ મિનટની ક્લીપમાં કૂરાનના કેટલાક અવતરણો ટાંકવામાં આવ્યાં. તેમાં દાવો કરવામાં આવ્યો કે આ દોલતુલ ઈસ્લામની ૫૦ મી ઓડિયો ક્લીપ છે. ક્લીપમાં એવું કહેવામાં આવ્યું કે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. તેમને ખોરાકમાં ઝેર ભેળવી દો. ટ્રકનો ઉપયોગ કરો. મહાકૂંભ મેળામાં ટ્રક લઈને લોકોને કચડી નાખો. જેવી રીતે લાસ વેગાસમાં હુમલો કરવામાં આવ્યો હતો તેવો હુમલો કરો. ક્લીપમાં આગળ કહેવામાં આવ્યું કે જેવી રીતે લાસ વેગાસમાં આપણા એક સમર્થકે સેંકડો લોકોને મારી નાખ્યાં હતા તેવી રીતે ત્રિશુર અને કૂંભમેળામાં પણ લોકોને મારી નાખો. તમારે કોઈ ટ્રેનને ઉથલાવી નાખવી જોઈએ અથવા તો ચપ્પનો ઉપયોગ કરો. આ ક્લીપ એવે સમયે બહાર આવી છે કે જ્યારે કેરળ પોલીસે એવું જણાવ્યું છે કે રાજ્યના ૧૦૦ લોકો ઈસ્લામિક સ્ટેટમાં જોડાયા હોવાનો સંદેહ છે. સૂત્રોને ટાંકતા પીટીઆઈએ એક ખબર આપી કે કેરળ પોલીસને આ સંબંધમાં કેટલાક પુરાવાઓ હાથ લાગ્યાં છે. ક્લીપમાં એવું કહેવામાં આવ્યું કે મુસ્લિમોએ દારૂલ ઈસ્લામ ભણી જવું જોઈએ. સૂત્રોના જણાવ્યાનુસાર, રાશીદ અબ્દુલાની અગાઉ ઓડિયો ક્લીપમાં લોકોને હિજરાહ પાર પાડવાની વિનંતી કરવામાં આવી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks