ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ સામેના ભ્રષ્ટાચારના આરોપો વિરુદ્ધ તેલ અવીવમાં પ્રચંડ પ્રદર્શન

(એજન્સી) તા.૧૧
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમની સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત બીજા અઠવાડિયે પણ તેલ અવીવમાં ધારદાર દેખાવો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દબાણ હેઠળ આવી ગયા છે. નેતાન્યાહુ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ છે અને આ મામલે તેમની વિરુદ્ધ અગાઉથી જ તપાસ ચાલી રહી છે. જો તેમની વિરુદ્ધના આરોપો સાચા ઠરશે તો બની શકે છે કે તેમણે પોતાનું વડાપ્રધાન પદ ત્યાગવું પડે અથવા ઇઝરાયેલમાં નવેસરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે લગભગ ૧૦૦૦૦ લોકો નેતાન્યાહુની સરકારના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. બીજી બાજુ વિરોધનું એક પાસુ એ પણ છે કે અઠવાડિયાભરથી દેખાવકારોએ ડાબેરી પાંખ અને જમણેરી પાંખ બંને પક્ષોનો ટેકો હોવાનો દાવો કરી રહ્યાં હતા પરંતુ શનિવારે રેલીમાં દેખાવકારોએ નો લેફ્ટ, નો રાઇટ, અમારી અખંડતાની માગણી અને અમે ભ્રષ્ટ રાજનેતાઓથી કંટાળી ગયા છીએ તથા ભ્રષ્ટાચાર હટાવો જેવા નારા લગાવ્યા હતા. જોેકે તમને જણાવી દઇએ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સહિત તેમની પત્ની ઉપર પણ આવા આરોપો લાગી ચૂક્યા છે. તેમના પર બિઝનેસમેનોથી મોંઘીદાટ ભેંટો સ્વીકારવાનો આરોપ છે. જોકે નેતાન્યાહુ અને તેની પત્ની અનેકવાર આ આરોપો નકારી ચૂકી છે. છેલ્લી ચાર ટર્મથી આ પદે બિરાજમાન નેતાન્યાહુ સામે ભ્રષ્ટાચાર બે કેસ હેઠળ તપાસ ચાલી રહી છે. તેમના પર એક કેસમાં આરોપો છે કે તેમણે દેશના ટોચના ધનિક બિઝનેસમેનો પાસેથી મોંઘીદાટ ભેટો સ્વીકારી છે જેનો તે ઇનકાર કરે છે જ્યારે બીજા એક કેસમાં તેમના પર આરોપ છે કે એક જાણીતા અખબાર સાથે તેમણે પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે કરાર કર્યો હતો અને બદલામાં હરીફ કરતાં વધારે ધ્યાન તેમના પર આપવાનો વાયદો કર્યો હતો. જોક તેમના પર આરોપો સાબિત થઇ જશે તો તેમણે સરકારમાંથી બેદખલ થવું પડશે. નેતાન્યાહુની લિકુડ પાર્ટીએ પોતાના નેતાનો બચાવ કરતાં કહ્યું હતુંં કે ડાબેરી પક્ષો દ્વારા દેખાવો કરાઇ રહ્યાં છે. જોકે આંતરરાષ્ટ્રીય ટીકાઓ વચ્ચે અમે જેરૂસલેમના નિર્ણય પર ઇઝરાયેલી વડાપ્રધાનને ટેકો આપીએ છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks