(એજન્સી) તા.૧૪
ઈઝરાયેલી સુરક્ષાદળોએ કબજા હેઠળના જેરૂસલેમના અલ કુદ્સ વિસ્તારમાંથી એક પેલેસ્ટીની મહિલાની અટકાયત કરી છે. આ મહિલા પર સુરક્ષાદળોએ એક ઈઝરાયેલી યુવક પર સ્ટેબિંગ હુમલો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. ઈઝરાયેલી મીડિયા દાવો કરે છે કે આ મહિલાએ શનિવારે સુલતાન સુલેમાન સ્ટ્રીટ ખાતે ખાતે દિમશ્ક ગેટ લાઇટ રેલવે સ્ટેશનને એક ૩૧ વર્ષીય ઈઝરાયેલી યુવકના ખભા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જોકે ઇઝરાયેલના સુરક્ષાદળો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને મહિલાની અટકાયત કરી હતી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી. જોકે ઘાયલ ઇઝરાયેલ યુવકને મેડિકલ સારવાર અર્થે હદસ્સાહ યુનિવર્સિટીએ મોકલી દેવામાં આવ્યો હતો. જોકે સ્થાનિકોએ પછીથી આ મહિલાની ઓળખ ફદવા નાઝીહ કામિલ રાબિયાહ તરીકે જાહેર કરી હતી. આ મહિનાની શરૂઆતમાં પણ ઈઝરાયેલી સુરક્ષાદળોએ એક પેલેસ્ટીની કિશોરની અટકાયત કરી હતી. તેના પર પણ કબજા હેઠળના વિસ્તારમાં સ્ટેબિંગ હુમલો કરવાનો આરોપ મૂકાયો હતો. ઈઝરાયેલી પોલીસના પ્રવક્તા લુબા અલ સમરીએ તેના નિવેદનમાં જણાવ્યું કે ૪ર વર્ષીય ઈઝરાયેલી યુવક ર ઓગસ્ટના રોજ કરાયેલા હુમલામાં જોરદાર રીતે ઘવાયો હતો.