(એજન્સી) તા.૧૧
બ્રિસ્ટલ ખાતે એક મુસ્લિમ મહિલાને બસ ડ્રાઈવરે ફક્ત એટલા માટે નિશાને લીધી હતી કેમ કે તેણે હિજાબ એટલે નકાબ પહેર્યુ હતું. ૨૦ વર્ષીય મુસ્લિમ મહિલા એક માતા છે અને જ્યારે તેણે બસની ટિકિટ માગી હતી ત્યારે ડ્રાઈવરે તેના પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. એક જાણીતા મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટના ૧ જુલાઈના રોજ બની હતી જ્યારે બે બાળકો સાથે એક યુવા મહિલા મુસાફરી કરી રહી હતી. તેણે ઈસ્ટનથી બસ લીધી હતી. તે સમરસેટથી બ્રિસ્ટલ જવા માગતી હતી. જ્યારે તે બસમાં ચઢી કે તેને આંચકો લાગ્યો કેમ કે ડ્રાઈવરે તેને હિજાબ ઉતારી દેવા કહી દીધું. તેણે મુસ્લિમ મહિલા પર બસમાં બોમ્બ લઈને આવવાનો આરોપ મૂકી દીધો હતો. જોકે આ ઘટનાનો એક વીડિયો પણ ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યો છે. જોકે ડ્રાઈવરની આ ટિપ્પણી બાદ આજુબાજુના અન્ય પ્રવાસીઓ મુસ્લિમ મહિલાના ટેકામાં ઉતરી આવ્યા હતા.
ડ્રાઈવર અને ત્યાં હાજર લોકો વચ્ચેની વાતચીતના કેટલાક અંશો નીચે મુજબ હતા.
ડ્રાઈવર : તમે શા માટે ફોટા પાડો છો ? શું મેં મારો અભિપ્રાય રજૂ કર્યો એટલા માટે ? તમે મારો ફોટો લો છો ? શું મારા નંબરની પણ જરૂર છે ?
મહિલા ૧ : હું એટલા માટે રેકોર્ડિંગ કરી રહી છું કે જેથી પછીથી આ મામલે ફરિયાદ કરી શકું.
મહિલા ૨ : મને સમજાતું નથી કે તું શા માટે ચિંતા કરે છે ? આ તેની પસંદગીની વાત છે કે તે શું પહેરે કે ના પહેરે ?
ડ્રાઈવર : મને ચિંતા છે કેમ કે આ ઘાતક સાબિત થઇ શકે. જો તમે કોઈને ચહેરો ના જોઈ શકો તો એ તમારા માટે સારું નથી. આ જીવવા માટે લડવાનો સમય છે.
મહિલા ૨ : આ તેની પસંદગીની વાત છે, હવે તમે પસંદ કરશો કે તે શું પહેરે કે ના પહેરે.
મહિલા ૨ : આ પસંદની વાત છે, આ તમને લગતો મુદ્દો નથી કે તે શું પહેરે.
મહિલા ૧ : તમે પણ જાહેર લોકોમાં સામેલ છો.
ડ્રાઈવર : હું તમારો ચહેરો કેવી રીતે જોઇશ, તમે મારો ચહેરો જોઈ શકો છો.
મહિલા ૨ : એ તમારો ચહેરો જોવા માગતી નથી. આ તેની પસંદગીની વાત છે.
મહિલા ૪ : આ એક જાતિવાદી પુરુષ છે.
મેનેજર : હું તમારી સાથે પછીથી વાત કરીશ.