કોહલી (૧૦૩), રહાણે (૭૯), ભારત ૩ વિકેટે ર૬૭
ઈન્દોર, તા.૮
કપ્તાન વિરાટ કોહલીની કારકિર્દીની ૧૩મી સદી અને રહાણે (૭૯)ની ઉપયોગી ઈનિંગની મદદથી અત્રે આજથી શરૂ થયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતે મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ત્રણ વિકેટે ર૬૭ રન બનાવ્યા છે. કોહલીએ ૧૯૧ બોલની ઈનિંગમાં ૧૦ ચોગ્ગાની મદદથી અણનમ ૧૦૩ રન બનાવ્યા જ્યારે રહાણે ૧૭ર બોલમાં ૭૯ રન બનાવી રમી રહ્યો છે. આ બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૧૬૭ રનની અણનમ ભાગીદારી થઈ ચૂકી છે. આ પહેલા બે વર્ષ બાદ પુનરાગમન કરનાર ગૌતમ ગંભીરે આક્રમક શરૂઆત કરી ત્રણ ચોગ્ગા અને બે સિકસરની મદદથી ર૯ રન બનાવ્યા પણ તે લાંબી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો.
સ્કોરબોર્ડ
ભારત પ્રથમ ઈનિંગ
વિજય- કો.લાથમ
બો.પટેલ ૧૦
ગંભીર-એલબી બોલ્ટ ર૯
પુજારા-બોલ્ડ સાન્તનર ૪૧
કોહલી- અણનમ ૧૦૩
રહાણે- અણનમ ૭૯
વધારાના પ
(૩ વિકેટ ૯૦ ઓવર) ર૬૭
વિકેટ પતન : ૧/ર૬, ર/૬૦, ૩/૧૦૦
બોલિંગ :
બોલ્ટ ૧૬-ર-પ૪-૧
હેનરી ર૦-૩-૬પ-૦
પટેલ ર૪-૩-૬૮-૧
સાન્તનર ૧૯-૩-૯૩-૧
નીશમ ૧૧-૧-ર૭-૦