કોહલીની સદી : વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારતે ૩-૧થી સિરીઝ જીતી

કિંગસ્ટન, તા.૭
કપ્તાન વિરાટ કોહલીની સદીથી ભારતે પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે આસાનીથી હરાવી પાંચ મેચોની સીરીઝ ૩-૧થી જીતી લીધી છે. મો.શમી (૪૮ રનમાં ૪ વિકેટ) અને ઉમેશ યાદવ (પ૩ રનમાં ત્રણ વિકેટ)ની ઘાતક બોલિંગ સામે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝ નવ વિકેટે ર૦પ રન જ બનાવી શક્યું. વિન્ડીઝ માટે હોપે હાઈએસ્ટ પ૧ રન બનાવ્યા જ્યારે તેના ભાઈ કાઈલ હોપે ૪૬ રન બનાવ્યા. તેના જવાબમાં ભારતે કોહલી (અણનમ ૧૧૧), રહાણે (૩૯) અને દિનેશ કાર્તિક (પ૦)ની શાનદાર ઈનિંગની મદદથી ૩૬.પ ઓવરમાં બે વિકેટે ર૦૬ રન બનાવી વિજય મેળવ્યો. કોહલીએ પોતાની ર૮મી વન-ડે સદી દરમ્યાન ૧૧પ બોલનો સામનો કરી ૧ર ચોગ્ગા અને બે સિકસર ફટકારી. કોહલીને મેન ઓફ ધ મેચ અને રહાણેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો.
કિંગ્સ્ટન સ્કોરબોર્ડ
વિન્ડિઝ ઇનિંગ્સ
લેવિસ કો. કોહલી
બો. પંડ્યા ૦૯
કેએ હોપ કો. ધવન
બો. યાદવ ૪૬
એસડી હોપ કો. રહાણે
બો. સામી ૫૧
ચેસ એલબી બો. યાદવ ૦૦
મોહમ્મદ કો. એન્ડ
બો. જાધવ ૧૬
હોલ્ડર કો. ધવન
બો. સામી ૩૬
પોવેલ કો. ધોની
બો. યાદવ ૩૧
નર્સ કો. કુલદીપ
બો. સામી ૦૦
બિશુ કો. ધોની
બો. સામી ૦૬
જોસેફ અણનમ ૦૩
વિલિયમ્સ અણનમ ૦૦
વધારાના ૦૭
(૫૦ ઓવરમાં ૯ વિકેટે)૨૦૫
પતન : ૧-૩૯, ૨-૭૬, ૩-૭૬, ૪-૧૧૫, ૫-૧૬૩, ૬-૧૬૮, ૭-૧૭૧, ૮-૧૮૨, ૯-૨૦૫.
બોલિંગ : સામી : ૧૦-૦-૪૮-૪, ઉમેશ : ૧૦-૧-૫૩-૩, પંડ્યા : ૬-૦-૨૭-૧, જાડેજા : ૧૦-૧-૨૭-૦, કુલદીપ : ૧૦-૦-૩૬-૦, જાધવ : ૪-૦-૧૩-૧.
ભારત ઇનિંગ્સ :
રહાણે એલબી
બો. બિશુ ૩૯
ધવન કો. લેવિસ
બો.જોસેફ ૦૪
કોહલી અણનમ ૧૧૧
કાર્તિક અણનમ ૫૦
વધારાના ૦૨
કુલ (૩૬.૫ ઓવરમાં બે વિકેટે) ૨૦૬
પતન : ૧-૫, ૨-૮૪.
બોલિંગ : જોસેફ : ૭-૦-૩૯-૧, હોલ્ડર : ૮-૧-૩૫-૦, બિશુ : ૮-૦-૪૨-૧, વિલિયમ્સ : ૮-૦-૪૦-૦, નર્સ : ૪-૦-૩૪-૦, પોવેલ : ૧-૦-૬-૦, ચેસ : ૦.૫-૦-૯-૦.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks