(એજન્સી) લંડન,તા.૨૪
બ્રિટનના પાટનગર લંડનના ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશનમાં ફાયરિંગની અફવાને કારણે મોટાપાયે નાસભાગ મચી જવા પામી હતી. સ્ટેશનમાંથી લોકોને ગભરાઈને દોડતાં જોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તકેદારીના પગલાં રૂપે પોલીસે સૌપ્રથમ ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશન અને બોન્ડ સ્ટ્રીટ સ્ટેશનને બંધ કરી દીધા હતા. પહેલાં એવા અહેવાલો મળ્યા હતા કે, સ્ટેશનની અંદર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે જે બાદ લોકો ગભરાઈને આમતેમ દોડવા લાગ્યા હતા. અંતે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ફાયરિંગના અહેવાલ ફક્ત અફવા હતી. તેમ છતાં પોલીસ સાવચેતીના ભાગરૂપે વધુ તપાસ કરી રહી છે.
Facebook
0
Twitter
0