મંડેલા નેલ્સન નામ સાથે જન્મ્યા ન હતા, તેમનું જન્મજાત નામ ‘મુશ્કેલી સર્જનાર’ હતું

(એજન્સી) કેપટાઉન, તા.૧૯
અનેક મુશ્કેલીઓનો સામનો કરી દેશના પ્રથમ શ્યામવર્ણ રાષ્ટ્રપતિ બનેલ નેલસન મંડેલાનું જન્મજાત નામ એટલું પ્રચલિત નથી. આફ્રિકી ભાષા ખોસામાં તેમના મૂળ નામ ‘રોેલીહલાહલા’નો અર્થ ‘ઉપદ્રવી’ કે ‘મુશ્કેલી ઊભી કરનાર’ થાય છે. મંડેલાએ ૧૯૪૦ના દાયકાના શરૂઆતી વર્ષોથી લગભગ પાંચ દાયકા સુધી લોકોના અધિકારો માટે લડત ચલાવી હતી. તેમણે જીવનના ર૭ વર્ષ કારાવાસમાં વિતાવ્યા હતા. મંડેલા જેલમુક્ત થયા બાદ તેમને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમનું ર૦૧૩માં મૃત્યુ થયું હતું. મંડેલા ભારત રત્ન મેળવનારા માત્ર બે વિદેશી નાગરિકોમાના એક છે. અહીં પ્રશ્ન એ છે કે, જો મંડેલા રોલીહલાહલા હતા તો તેમને નેલ્સન નામ કોણે આપ્યું ? નેલ્સન મંડેલા ફાઉન્ડેશને આપેલ જાણકારી મુજબ, શાળાના દરેક બાળકોને ‘ખ્રિસ્તી’ નામ આપવાના નિયમને પગલે મંડેલાની શિક્ષિકા મડીગને તેમને નેલ્સન નામ આપ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks