માનવીના મગજમાં દરરોજ એક નવો વિચાર જન્મ લે છે. માનવીના આ વિચારો તેના કર્મ સાથે ગાઢ સંબંધ ધરાવે છે કારણ કે માનવી જેવું વિચારે છે. મોટાભાગે તેવા જ તેના કર્મ હોય છે. સકારાત્મક વિચારસરણી ધરાવતો મનુષ્ય સતત સારા કામોમાં પરોવાયેલો રહે છે. જ્યારે દુષ્ટ વિચારોવાળો મનુષ્ય અધોગતિને પામે છે.
માનવીનું મગજ હંમેશા વિચારોના ચકરાવે ચઢેલું હોય છે. વિચાર એ ક્ષણભંગુર છે પરંતુ નવા વિચારોની ઉત્પતિ સતત થતી રહે છે. ઘણીવાર માણસની સામે અણધારી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે ત્યારે તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તેના માટે માણસ સતત વિચારોનું મનોમંથન કરતો રહે છે, કયારેક સમજદારીભર્યા નિર્ણયથી તે સમસ્યાનો ઉકેલ પણ મેળવી લે છે પરંતુ કયારેક વિચારોની ઓછી આવક અથવા દુષ્ટ વિચારો માણસને કયારેય તે પરિસ્થિતિમાંથી બહાર લાવી શકતા નથી. માટે માનવીને હંમેશા ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય છતાંય સકારાત્મક વિચારોની સૂઝ કેળવવી જરૂરી છે.
પ્રથમ તસવીરમાં માછલીઘરમાં ફરતી માછલી દૃશ્યમાન થઈ રહી છે. માછલીઘરમાં અવિરતપણે આમતેમ ફરતી માછલીની જેમ આપણા મગજમાં ચાલતા વિચારો પણ કયારેય શાંત થતાં નથી. સકારાત્મક વિચારો, નકારાત્મક વિચારો અથવા દુષ્ટ વિચારો એ કોઈપણ વ્યક્તિના જીવનના કર્મનું ફળ બની શકે છે. ઘણા વિચારો તમને પીડા આપનારા હોય છે જે તમને લાંબા સમયે દુઃખી કરે છે કારણ કે આપણા કર્મો અથવા અન્યોના દુષ્ટ કર્મોથી આપણી મનોસ્થિતિ પ્રભાવિત થાય છે. તાજેતરમાં યુએસના પ્રમુખ દ્વારા આપવામાં આવેલા હુકમને આધારે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશોના ઈમિગ્રેન્ટસના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે, જેઓ નિર્દોષ ભાવે અને કાયદેસર રીતે દેશમાં પ્રવેશે છે. નકારાત્મક વિચારો આપણા સકારાત્મક વિચારોને દૂર કરીને આપણા જીવનને દુઃખના દરિયા સમાન બનાવે છે.
સર્જનાત્મક વિચારો આપણને સુખદ ક્ષણો પ્રદાન કરે છે, પરંતુ જ્યારે સંવેદનશીલ કલાકારના મનને વિશ્વમાં ઉત્સાહના અતિરેકથી ખલેલ પહોંચે છે. ત્યારે તે એક પ્રભાવશાળી સંદેશાનું સર્જન કરે છે. દ્વિતીય તસવીર ર૮ જાન્યુઆરીની છે જેમાં ઈન્ડિયાનાના મુનસ્ટેર હોસ્પિટલના બેડ પર ઈસાફ જમાલ એદીના જોવા મળી રહ્યા છે. તેના એક દિવસ અગાઉ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા કે જેમાં ઈરાક, સીરિયા, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમન જેવા સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના વ્યક્તિઓ પર ઓછામાં ઓછા આગામી ૯૦ દિવસો સુધી યુએસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વહીવટી આદેશ અનુસાર યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી નિશ્ચિતકાળ માટે સ્થળાંતર કરનાર લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તથા ચાર મહિના માટે યુનાઈટેડ સ્ટેટ્સમાં શરણાર્થીઓના પ્રવેશને મોકૂફ રાખવામાં આવ્યો હતો. નૌર ઉલ્લાયતને ત્યારે રાહત થઈ કે જ્યારે તેણીએ તેની સઉદીમાં રહેતી સીરિયન બહેન કે જે માન્ય વીઝા ધરાવે છે. તેની પાસે તેની માતાને શિકાગોના ઓહારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી મોકલી હતી.