પ્રમુખ ટ્રમ્પ તેમના સંરક્ષણ મંત્રી મેટિસને હાંકી કાઢવા ઇચ્છતા હોવાનો અહેવાલ

(એજન્સી) વોશિંગ્ટન,તા.૭
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી જીમ મેટિસ વચ્ચેના તીવ્ર મતભેદોના કારણે એવી અટકળો તે જ બની હતી કે ટ્રમ્પ ટુંક સમયમાં મેટિસને હાંકી કાઢશે, એવો એક છાપાએ દાવો કર્યો હતો.
અહેવાલમાં વ્હાઇટ હાઉસના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પત્રકાર બોબ વુડવર્ડના આગામી પુસ્તકમાં ’ફીયર : ટ્રમ્પ ઇન ધી વ્હાઇટ હાઉસ ’માં મેટિસ વિષે સંશોધમાત્મક લેખ અને કેટલાક ઘટસ્ફોટના કારણ મેટિસને દૂર કરવાની અટકળો પહેલાં કરતાં આજે વધુ વાસ્તવિક દેખાય છે.
જો કે ખૂદ ટ્રમ્પે આ વાતને ફગાવી હતી અને કહ્યું હતું કે મેટિસ સારૃં કામ કરે છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પીઓ સાથે હાલ ભારતના પ્રવાસે ગયેલા મેટિસે તેમના ભારતીય સમકક્ષ નિર્મલા સિતારમણ અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આયોજીત એક મંત્રણામાં ભાગ લીધો હતો.
બોબ વુડવર્ડના પુસ્તકમાં સંરક્ષણ પ્રધાન મેટિસ સાથે પ્રમુખ ટ્રમ્પની વાતચીત અંગે આ સપ્તાહના ઘટસ્ફોટ પહેલાં વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સક્રિય રીતે એ અંગે વિચારણા અને અટકળો શરૃ કરી હતી કે આગામી સંરક્ષણ મંત્રી કોણ હશે.
આગામી સપ્તાહે બજારમાં ખુલ્લી મુકાનાર પુસ્તકમાં વુડવર્ડે ટ્રમ્પ સાથેની તેમની વિવાદાસ્પદ ચર્ચાઓ અંગે વિગતવાર લખ્યું હોવાનું મનાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts