મેવેદર બોક્સિંગ ઇતિહાસનો સૌથી ડિફેન્સીવ બોક્સર રહ્યો

લાસવેગાસ, તા. ૨૭
લાસવેગાસમાં પ્રોફેશનલ બોક્સિંગ ઇતિહાસની સૌથી મોંઘી મેચ બે ખેલાડી વચ્ચે રમાઈ હતી. આ બંને ખેલાડીઓની વિશેષ જુદી જુદી હતી જે પૈકી એક ડિફેન્સીવ અને બીજાને સ્પીલ્ડના મામલામાં શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યો હતો. મેવેદરની વાત કરવામાં આવે તો તે પ્રોફેશનલ બોક્સિંગ ઇતિહાસના સૌથી ડિફેન્સીવ બોક્સરોમાં સામેલ રહ્યો છે. ખુબ જ સાવચેતીપૂર્વક રમવામાં મેવેદર માનનાર બોક્સર રહ્યો છે જ્યારે તે પોતાના હરીફને સારીરીતે સમજી લે છે ત્યારે આક્રમક પંચ મારવામાં તે કુશળતા ધરાવે છે. લાસવેગાસની મેચ પહેલા કેરિયરમાં ૪૯ મેચોમાં ૨૬ મેચો નોકઆઉટમાં જીતી હતી જ્યારે ૨૧માંથી ૧૮ નોકઆઉટ જીતનાર કોનર મેકગ્રેગર મિક્સ્ડ માર્શલ આર્ટ અને કોમ્બેટ સ્પોટ્‌ર્સ માટે લોકપ્રિયતા ધરાવે છે. અલગ અલગ ફાઇટિંગ સ્કીલથી રમવામાં મેકગ્રેગર કુશળતા ધરાવે છે. અનુભવ ઉપર નજર કરવામાં આવે તો મેવેદરે તેના કરતા ખુબ અનુભવ ખેલાડી તરીકે રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks