(એજન્સી) કોહીમા, તા.૧પ
નાગાલેન્ડમાં ગઈરાત્રે રાજકીય ઉથલપાથલ થઈ હતી. મુખ્યમંત્રી ટીઆર ઝીલીંગે ચાર જેટલા કેબિનેટ મંત્રીઓને મંત્રીમંડળમાંથી હાંકી કાઢયા હતા. આ મંત્રીઓ સામે સરકાર ઉથલાવવાનું કાવતરાનો આરોપ છે. રાજ્ય કેબિનેટ સચિવ પંકજકુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ભલામણ બાદ રાજ્યપાલ પી.બી.આચાર્યએ ચાર કેબિનેટ મંત્રીઓને પડતા મૂકયા હતા. જેમાં ગૃહમંત્રી વાય.પાટોન, શિક્ષામંત્રી તોકીહો યેપટોમી, બાંધકામ મંત્રી નીકી કાયર અને વનમંત્રી નીબા ક્રોનુનો સમાવેશ થાય છે. નાગા પીપલ્સ ફ્રન્ટના પ્રમુખ શુરહોઝેલી સાથે થયેલ સમજૂતી પછી આ ઘટના બની હતી. હવે નવા ચાર મંત્રીઓને શિયાળુ સત્ર પહેલાં ઉમેરાશે.
Facebook
0
Twitter
0