નાગાલેન્ડના મુખ્યમંત્રીએ ગૃહમાં બહુમતી સાબિત કરી : પ૯માં ૪૭ ધારાસભ્યોએ તરફેણ કરી

(એજન્સી) કોહીમા, તા.ર૧
નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી ટીઆર જીલીયાંગે આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો હતો. તેમણે પ૯માંથી ૪૭ ધારાસભ્યોના મત મેળવ્યા હતા. જીલીયાંગને ગઈકાલે એક રાજકીય ઉથલપાથલ બાદ નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમણે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મતની દરખાસ્ત રજૂ કરી હતી. ત્યારબાદ મતદાન પછી તેમને પ૯માંથી ૪૭ ટકા મળ્યા હતા. જીલીયાંગ જૂથના પ્રવકતાએ કહ્યું કે પક્ષમાંથી હાંકી કઢાયેલ કોઈપણ પક્ષનો સભ્ય વિધાનસભામાં મફત રીતે મત કરી શકે છે જે ર૦૦૬માં બંધારણમાં કરેલા સુધારા કરેલા સુધારાથી હક મળે છે. જીલીયાંગે દાવો કર્યો કે તેઓને ૩૬ એનપીએફ, ૭ અપક્ષ અને ૪ ભાજપના ધારાસભ્યોનો ટેકો મળ્યો હતો. ૬૦ સભ્યોના ગૃહમાં તેમને ૪૭ મત આપ્યા. ૧ બેઠક ખાલી છે. જીલીયાંગને પૂર્વ મુખ્યમંત્રી શુરહોઝેલીની સરકાર રાજ્યપાલે બરખાસ્ત કર્યા બાદ મુખ્યમંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. જીલીયાંગ પાસે બળવાનું ગણિત હતું. ગૃહમાં રર જુલાઈ સુધીમાં બહુમતી પૂરવાર કરવા રાજ્યપાલે જણાવ્યું હતું. તેઓ બીજીવાર મુખ્યમંત્રી બન્યા. ૩૩ ટકા મહિલા અનામતના મુદ્દે જીલીયાંગની સામે ફેબ્રુઆરીમાં વિશાળ દેખાવો બાદ હોદ્દા પરથી ઉતારી દેવાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks