નાઈજીરિયામાં આત્મઘાતી હુમલામાં ર૮નાં મોત, ૮ર ઘવાયા

(એજન્સી) કાનો, તા.૧૭
નાઈજીરિયામાં મંગળવારે એક આત્મઘાતી હુમલામાં ર૮ લોકોનાં મોત થયા હતા બીજીબાજુ આ દુર્ઘટનામાં જ ૮રથી વધુ લોકો ઘવાયા હતા. આ વિસ્ફોટ પૂર્વોત્તર નાઈજીરિયામાં વિસ્થાપિત લોકોની એક છાવણીના પ્રવેશદ્વાર નજીક તે સમયે થયો જ્યારે ૩ મહિલા આત્મઘાતી હુમલાખોરોએ પોતાને બોમ્બથી ઉડાવી લીધી હતી. જો કે આ હુમલો બોકોહરમના આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે અને આ આતંકી સંગઠને તેની જવાબદારી પણ સ્વીકારી છે. જેહાદીઓથી લડવા માટે રચાયેલા સતર્કતા બળના સભ્ય બાબા કુરાએ જણાવ્યું કે, આત્મઘાતી હુમલો મૈદુગરીથી રપ કિમીના અંદરે આવેલા મંદરારીમાં થયો હતો. કુરાએ જણાવ્યું કે પ્રથમ વિસ્ફોટ થતાં જ સમગ્ર વિસ્તારમાં બધા જ નાગરિકો ભયભીત થઈ ગયા હતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. લોકો દુકાનો બંધ કરીને આમતેમ પોતાનો જીવ બચાવવા નાસવા લાગ્યા હતા અને તે જ સમયે અન્ય બે મહિલા આત્મઘાતી હુમલાખોરોએ પોતાને વિસ્ફોટ કરી ઉડાવી લીધી હતી. જો કે જેહાદ વિરોધી મિલશિયા દળના વડા ઈબ્રાહીમ લિમેનએ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે ૮૦થી વધુ ઘાયલોને મેદુગરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પૂર્વોત્તર નાઈજીરિયા બોકોહરમના સમૂહની પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે. ત્યાં અનેકવાર ગોળીબાર, બોમ્બમારો અને અપહરણની ઘટનાઓ બનતી રહે છે. જો કે અત્યાર સુધી કોઇ આતંકી સંગઠન વતી આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks