નાઇજિરિયન કેથોલિક ચર્ચમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત

(એજન્સી) નાઇજિરિયા, તા.૮
દક્ષિણપૂર્વીય નાઇજિરિયામાં આવેલા ચર્ચમાં કેટલાંક અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત નિપજ્યાં હતાં. સામૂહિક ગોળીબારની આ ઘટના અનંબારામાં આવેલ ઓઝુબુલુ ખાતેના સેન્ટ ફિલિપ કેથોલિક ચર્ચમાં ઘટી હતી જ્યારે શ્રદ્ધાળુઓ ચર્ચમાં એકઠા થયાં હતાં. અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયાં છે અને તેમને અહીંના શબઘરમાં ખસેડવામાં આવ્યાં છે તથા અનેક લોકોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. એક સાક્ષીએ જણાવ્યું કે આ ઘટના પાછળ પાંચ નકાબધારી હુમલાખોરોનો હાથ છે. અનંબારાના પોલીસ કમિશનરે જણાવ્યંુ કે આ હુમલો એકમાત્ર બંદુકધારીએ કર્યો હતો તેણે અંધાધુંધ ગોળીબાર કરતાં અનેક લોકો ઘાયલ થયાં હતાં. સાક્ષીએ વધુમાં જણાવ્યું કે બંદૂકધારીએ સૌપ્રથમ શ્રદ્ધાળુઓને સમૂહમાંથી અલગ કર્યા અને તેમના પર ગોળીબાર કર્યો. પછીથી તેમણે પોતાનો નિર્ણય બદલીને બાકીના ૧૦૦ લોકો પર પણ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો.
જ્યારે ગોળીબારનો અવાજ આવ્યો ત્યારે અમે ચર્ચની અંદર ધસી ગયાં અને અમે જોયંુ તો કેટલાંક લોકોની લાશ લોહીથી ખરડાયેલી હતી તો કેટલાંક લોકો પીડાથી કણસી રહ્યાં હતાં. સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે તેમણે આ વિસ્તાર ખાલી કરાવી દીધો છે અને તેમણે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ હુમલાની કોઇ પણ આતંકી સમૂહે જવાબદારી લીધી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks