નવાઝની ખુરશી જશે તો સેના મજબૂત થશે : ઘટનાક્રમ પર ભારતની નજર

(એજન્સી)
ઈસ્લામાબાદ,તા.૧૩
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પનામા ગેટ કિસ્સામાં ખરાબ રીતે ઘેરાઈ ચૂક્યા છે. નવાઝની સાથે તેમની પુત્રી મરિયમ શરીફ અને પરિવારના અન્ય સભ્યો પણ ઘેરામાં છે. તપાસ સમિતિએ પણ નવાઝની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવા માટે અદાલતમાં ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી જે.આઈ.ટી.એ નવાઝ શરીફના પરિવારો પર લાગેલા આરોેપો પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે. જો નવાઝ શરીફની ખુરશી જશે તો કમાન તેમના ભાઈ શહબાઝ શરીફને મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જે.આઈ.ટી. એ પાકિસ્તાની પી.એમ. નવાઝ શરીફ, તેમના પુત્ર હસન નવાઝ, હુસૈન નવાઝ અને પુત્રી મરિયમ નવાઝની વિરુદ્ધ રાષ્ટ્રીય જવાબદારી કાર્યાલય વટહુકમ, ૧૯૯૯ હેઠળ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવાની ભલામણ કરી છે. સ્પષ્ટ રીતે હવે નવાઝ શરીફની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks