International

પાકિસ્તાનમાં ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીઓમાં હાફિઝ સઇદનું સંગઠન જમાત-ઉદ-દાવા ઝંપલાવશે

ઇસ્લામાબાદ, તા. ૧૮
પાકિસ્તાનમાં થયેલી પેટાચૂંટણીના પરિણામમાં ત્રીજા નંબરે રહ્યા બાદ મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાના એક નેતાએ જણાવ્યું હતું કે, તેમનું સંગઠન ૨૦૧૮માં પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લેશે. વર્ષ ૨૦૦૮માં મુંબઇમાં ભયાનક આતંકવાદી હુમલાને અંજામ આપનારા લશ્કરે તૈયબાના મુખ્ય સંગઠન જમાત ઉદ-દાવાએ ગત મહિને જ જાહેરાત કરી હતી કે, તે મિલ્લી મુસ્લિમલીગ નામનું રાજકીય સંગઠન બનાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અયોગ્ય જાહેર કર્યા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની સંસદીય બેઠક ખાલી પડતા ત્યાં યોજાયેલી પેટા ચૂંટણીમાં નવાઝના પત્ની કુલસુમ સામે હારી ગયેલા જમાત-ઉદ-દાવાના સમર્થનવાળા ઉમેદવાર શેખ યાકૂબે જણાવ્યું હતું કે, આગામી દેશની સામાન્ય ચૂંટણીમાં અમે દરેક મતવિસ્તારમાં અમારા ઉમેદવાર ઉતારીશું. આ પેટા ચૂંટણીમાં યાકૂબ મિલ્લી મુસ્લિમલીગ તરફથી લડવા માગતા હતા પરંતુ આ પાર્ટી હજુ ચૂંટણીપંચમાં નોંધાઇ નથી. યાકૂબ પણ અમેરિકા દ્વારા ૨૦૧૨માં જાહેર કરાયેલી આતંકવાદી સંગઠનોના નેતાઓની યાદીમાં સામેલ છે તેમ ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું. યાકૂબે જણાવ્યું હતું કે, અમે અહીં રાજકીય મેદાનમાં રહેવા આવ્યા છીએ. લોકો માને છે કે, પાર્ટી ભારત, અમેરિકા અને ઇઝરાયેલ જેવા દુશ્મનો સામે પાકિસ્તાનને મજબૂત બનાવવાનું સમર્થન કરે છે અને આ જ સમયે લોકોના જીવનધોરણની સામાન્ય મુશ્કેલીઓને દૂર કરવા માટે તત્પર છે. મિલ્લી મુસ્લિમલીગની સ્થાપના એવા સમયે થઇ છે જ્યારે હાફિઝ સઇદને લાહોરમાં અટકાયતમાં લેવાયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

  (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
  Read more
  International

  ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

  (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
  Read more
  International

  ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

  (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.