પેલેસ્ટીની ક્ષેત્રોમાંથી આવતા શ્રદ્ધાળુઓના અલ-અક્સામાં પ્રવેશ પર પ્રતિબંધ

(એજન્સી) જેરૂસલેમ, તા.૧૦
૧૯૪૮ના કબજા હેઠળના ક્ષેત્રોમાંથી નમાઝ અદા કરવા માટે અલ-અક્સા મસ્જિદ આવતા શ્રદ્ધાળુઓને ઇઝરાયેલી પોલીસે મસ્જિદના પરિસરમાં પ્રવેશતાં અટકાવ્યાં હતા. સૂત્રોએ જણાવ્યું કે ઇઝરાયેલી પોલીસે જેરૂસલેમના ઓલ્ડ સિટીના અનેક પ્રવેશદ્વાર બંધ કરી દીધા છે અને બાબ અલ-અમુદ થઇને શહેરમાં પ્રવેશી રહેલી પેલેસ્ટીની પ્રવાસીઓ સાથેની ૪ બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અલ-અક્સા મસ્જિદમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટાડવાના અને વસાહતીઓના હુમલાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આ પગલાં લેવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks