વૈભવી હોટલમાં રૂમ ભાડે રાખી ક્રિકેટનો સટ્ટો રમતા પાંચ ઝડપાયા

અમદાવાદ, તા.૧૦

બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન ડે ક્રિકેટ મેચનો રમતા કરતાં પાંચ લોકોને સાયબર સેલ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત હયાત હોટલમાંથી ઝડપી લેવામાં આવ્યા હતાં.

સટ્ટો રમાડતાં આ લોકો હયાત હોટલના ત્રીજા માળે રૂમ નં.૧૦૨૮ ભાડે રાખી તેમાં મોબાઈલ ફોનથી લઈ નાણાંની હારજીતનો જુગાર રમી રહ્યા હતાં. આ અંગેની બાતમી મળતાં પોલીસ ઈન્સ્પેક્ટર જે.એસ.ગેડમે તેમના સ્ટાફ સાથે ટીમ બનાવી દરોડો પાડતાં બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વનડે મેચનો સટ્ટો રમાડતાં લખીરામ તેજવાણી, જયેશ ઠક્કર, રાજુ રાણા, વિશાલ ઠક્કર અને હીરાલાલ પટેલની અટક કરી હતી. આ દરોડામાં આરોપીઓ પાસેથી બે લેપટોપ, ૨૩ મોબાઈલ ફોન એક રેકોર્ડર, એક ડોંગલ, કેલ્ક્યુલેટર, પાવર સપ્લાયર, ટીવી અને આઈ ટ્‌વેન્ટી કાર ઉપરાંત રોકડ રૂ.૧૬૧૦૦ મળી રૂપિયા પ૬૯૮૦૦નો મુદ્દામાલ  પોલીસે કબજે કર્યો હતો.  તેમની પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, સટ્ટો રમવા અને લખવા માટે તેઓ પ્લે નામના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે જે સોફ્ટવેર તેમણે ઉંઝા ખાતે રહેતાં એક વ્યક્તિ પાસેથી નંખાવેલું હતું. એટલું જ નહીં પરંતુ મોબાઈલ ફોનમાં જીઓ સીમકાર્ડથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી કેટલીક વેબસાઈટથી મેચનો ભાવ જાણી મોબાઈલ પર ગ્રાહકોના ફોન આવે ત્યારે તેઓને ભાવ જણાવી ગ્રાહક જે સોદાઓ લખાવે તે પ્લે નામના સોફ્ટવેરમાં લખતાં હોવાનું પણ આરોપીઓએ જણાવ્યું હતું. અને જ્યારે જ્યારે મેચ હોય ત્યારે આ આરોપીઓ જુદી જુદી હોટલોમાં રૂમ બુક કરાવી ત્યાંથી ક્રિકેટનો સટ્ટો ચલાવતાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts