(એજન્સી) કૈરો, તા.૭
ગિઝા પિરામિડ્સ, ફેરોનિક ટોમ્બ ઓફ લુક્સર તથા ઈજિપ્તના પ્રાચીન સ્થાપત્યોના હજુ પણ રહસ્યો અકબંધ છે ત્યારે વિજ્ઞાનીઓએ ઉચ્ચસ્તરીય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રાચીન રહસ્યો ઊઘાડા પાડવાનું નક્કી કર્યું છે. મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્વાનો જ્યારથી ર૦૦ વર્ષ અગાઉ નેપોલિયન બોનોપાર્ટ ઈજિપ્તમાં આવ્યો હતો ત્યાર સુધીના રહસ્યો જાણવા માંગે છે. દેશભરમાં આવેલા પ્રાચીન સ્થાપત્યોના રહસ્યો વિશે જાણવા માટે રિસર્ચરો હવે વિજ્ઞાનની મદદ લેવા માંગે છે. આ તમામ સ્થાપત્યોની વિગતવાર માહિતી મેળવવા માટે ર૧મી સદીના વિજ્ઞાનીઓએ ઈલેક્ટ્રોનિક ડિવાઇસ તથા કેમિકલ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે કેમિકલ ટેસ્ટિંગ માટે થોડા ઘણા નમૂના લેવાની જરૂર પડશે પરંતુ જો કે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે જેથી પ્રાચીન સ્થાપત્યોની કોઈપણ પ્રકારની હાનિ કે નુકસાન ન પહોંચે. કાયરો નજીક આવેલા ખુફુ પિરામિડની સંરચનાને સમજવા માટે પિરામિડોનું સ્કેનિંગ કરવાની યોજના છે જે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો એક ભાગ છે. જો કે જે દુનિયાની સાત અજાયબીઓના ભાગ છે તેમનો જ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. જો કે મ્યુઓન પાર્ટિકલના ફોટા મેળવવા માટે ઈન્ફ્રારેડ થર્મોગ્રાફી અને મ્યુઓગ્રાફી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટની જાહેરાત ગત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી જેમાં વિશાળ પિરામિડોના રહસ્યો જાણવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એચઆઈપી ઈન્સ્ટીટ્યુટના વડપણ હેઠળના સ્કેન પિરામિડ પ્રોજેક્ટના અધ્યક્ષ મેહદી તાયોબીએ જણાવ્યું કે અમને પિરામિડમાં જ્યાં પણ પહોળા કે ખાડાવાળા ભાગ જોવા મળશે ત્યાં અમે અમારા ડિવાઈસોની સ્થાપના કરી દઇશું. અમે જાણીએ છે કે તેના જેવું કોઈ જ નથી પરંતુ અમે તેના વિશે વધુ માહિતી મેળવવા માંગીએ છીએ. જો કે મ્યુઓન ડિવાઈસ જેમાં કેમિકલ ઈમલ્શનના સાધનોનો પણ સમાવેશ થાય છે તે જાપાની યુનિવર્સિટી ઓફ નાગોયાથી મંગાવાયા છે. જો કે ઈલેક્ટ્રોનિક સેન્સર જાપાની રિસર્ચ લેબોરેટરી કેઈકેથી મંગાવાયા છે તેમજ મ્યુઓન ટેલિસ્કોપ ફ્રેન્ચ એટોમિક એનર્જી કમિશનનો ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.