તા.પ
અફઘાનિસ્તાનનો બેટ્સમેન રહમત શાહ પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ સાથે જ તેણે પોતપોતાના દેશો માટે પ્રથમ ટેસ્ટ સદી બનાવનાર ક્રિકેટરોની ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ ચિત્તાગોંગમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રહમત શાહે ૧૮૭ બોલમાં ૧૦૨ રનની શતકીય ઈનિંગ રમી. મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને ૭૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રહમત શાહે પૂર્વ કપ્તાન અસગર અફઘાન સાથે ચોથી વિકેટ માટે ૧ર૦ રનની ભાગીદારી કરી પોતાની ટીમને સંકટમાંથી ઉગારી હતી. પ્રથમ દિવસના અંતે અફઘાનિસ્તાને પાંચ વિકેટે ર૭૧ રન બનાવ્યા હતા. અસગર અફઘાન ૮૮ અને અફસર ૩પ રન બનાવી અણનમ છે.
Facebook
0
Twitter
0