રોહિંગ્યા શરણાર્થીઓને પરત આવવા દેવા યુનોના વડાએ આંગ સાન સૂ કીને સૂચના આપી

(એજન્સી) રંગુન, તા.૧૪
યુનોના વડા એન્ટોની ગુટરસે આજે મ્યાનમાર નેતા આંગ સાન સૂ કીની મુલાકાત લઈ હિંસાનો ભોગ બની બાંગ્લાદેશમાં શરણ લઈ રહેલા મુસ્લિમ શરણાર્થીઓને સન્માનભેર પરત લાવવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. એશિયન સમિટમાં ભાગ લેવા આવેલા યુનોના વડા એન્ટોની ગુટરસે તેમજ અમેરિકી વિદેશ મંત્રી રેકસ ટિલરસને પણ આંગ સાન સૂ કી સાથે મુલાકાત કરી. રોહિંગ્યા પ્રશ્નને માનવીય ધોરણે ઉકેલવા વિનંતી કરી છે. રોહિંગ્યાનો મુદ્દો ગઈ રાત્રે મનીલામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીતમાં પણ ઉછળ્યો હતો. યુનોના મહામંત્રી એન્ટોનીએ રેખીના પ્રાંતથી રોહિંગ્યા સમસ્યાની ચર્ચા કરી હતી. ૬ લાખ રોહિંગ્યા પાડોશી દેશ મ્યાનમારથી ભાગી છૂટી બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે. રોહિંગ્યા બળવાખોરોએ રેખીના પ્રાંતમાં પોલીસ પોસ્ટ પર હુમલો કર્યા બાદ સ્થિતિ વણસી હતી. સેના રોહિંગ્યા પર ત્રાટકી હતી અને હજારો મકાનો સળગાવી દીધા હતા. ૧૯ દેશોના ટોચના નેતાઓ અને યુનોના અધિકારીઓ એશિયન બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks