રોનાલ્ડો પરથી ૧૬ કરોડ રૂપિયાની કર-જવાબદારી ઓછી કરાઈ

મેડ્રિડ,તા.૧૧
પોર્ટુગલના ફૂટબૉલ-સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કરવેરાની જવાબદારીમાંથી છટકી જવા બદલ તાજેતરમાં સ્પેનના કરવેરા વિભાગે જેટલો કરવેરો ભરવા કહ્યું હતું એમાંથી તેમણે ૨૦ લાખ યુરો (અંદાજે ૧૬ કરોડ રૂપિયા)ની બાદબાકી કરી નાખી છે. રોનાલ્ડોએ હવે ૧૬.૭ કરોડ યુરો (૧૩.૧૫ અબજ રૂપિયા) ભરવા કહેવામાં આવ્યું છે.
૨૦૧૪ની સાલમાં રોનાલ્ડોએ ઇમેજ રાઇટ્‌સ માટે ૨૦ લાખ યુરો વધુ ભરી દીધા હોવાનું ધ્યાનમાં આવતાં તેના પરની કર-જવાબદારી ઘટાડવામાં આવી છે. તેને સત્તાવાળાઓએ કરવેરાની પતાવટ માટે નિર્ધારિત રકમ ન ભરે તો બે વર્ષની જેલની સજા થશે એવું કહ્યું હતું. જોકે, સામાન્ય રીતે સ્પેનમાં હિંસા સિવાયનો કોઈ ગુનો પહેલી વાર કર્યો હોય તો તેને જેલની સજા નથી કરવામાં આવતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks