“રશિયા, સીરિયામાંથી પાછા જાઓ”ના સૂત્રો સાથે હજારો લોકોએ તુર્કીની સીમા ઉપર વિરોધ પ્રદર્શનો કર્યા

(એજન્સી)                            તા.૧૮

સીરિયા કબ્જે કરવાના વિરોધમાં હજારો લોકોએ તુર્કીની સીમા પાસે વિરોધ પ્રદર્શન કર્યા હતા. અલેપ્પોમાં માનવીય મદદ પહોંચાડવા માટે એમને રોકવામાં આવતાં એમણે વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. નાગરિકો બસો અને કારો દ્વારા અહીં આવ્યા હતા. એમનું સૂત્ર હતું. અલેપ્પો જવા માટેનો રસ્તો ખુલ્લો મૂકો. તુર્કીની સીમા ઉપર આવેલ ગેટને ખોલવા માંગણી કરી રહ્યા હતા. આ ગેટ દ્વારા જ અલેપ્પોમાંથી ઘવાયેલ દર્દીઓને તુર્કી લાવવામાં આવ્યા હતા. લોકોએ બેનરો સાથે પ્રદર્શનો કર્યા હતા. જેમાં લખ્યું હતું અલેપ્પોને બોંબમારા માટે ખુલ્લો છોડી નહીં શકાય. વિરોધ પ્રદર્શનો તુર્કીની દાન આપનાર સંસ્થા હ્યુમેનિટીરિયન રિલીફ ફાઉન્ડેશન દ્વારા યોજાયા હતા. જે સંસ્થા અલેપ્પોમાં માનવીય મદદ પહોંચાડવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આઈએચએચએ જણાવ્યું હતું કે માનવીય મદદ મોકલવા માટે પ૦૦૦ કારો તૈયાર હતી જેમને રોકવામાં આવતા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. બળવાખોરોના કબજા હેઠળના પૂર્વ અલેપ્પોમાંથી હાલમાં નાગરિકોના સ્થળાંતરણને રોકવામાં આવ્યું છે. નવેસરથી સંઘર્ષ થવાના કારણે હાલ કામગીરી રોકાઈ છે. રશિયા અને તુર્કી દ્વારા કરાયેલ યુદ્ધ વિરામના પગલે આ કામગીરી મોકૂફ રખાઈ છે.  યુદ્વવિરામ કરવા માટે અંકારાએ પોતાના સાથી દેશો જેમાં ઈરાન પણ સામેલ છે. એમની વચ્ચે સંકલન સાધવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તુર્કીના વિદેશમંત્રીએ ઈરાનના વિદેશમંત્રી સાથે એક દિવસમાં ૧૩ વખત ફોન ઉપર વાત કરી હતી. અહીં ભેગા થયેલા લોકોએ સૂત્રોચ્ચારો કરી રશિયાનો વિરોધ કર્યો હતો. હત્યારા રશિયન સીરિયામાંથી બહાર જાઓ જેવા સૂત્રો પોકાર્યા હતા. ઉમ્માહ (આંતરરાષ્ટ્રીય ઈસ્લામિક કોમ) સમક્ષ ઈરાન પોતાનો બચાવ રજૂ કરી પોતાના કૃત્યને ન્યાયિક ઠેરવવા પ્રયાસ કરશે. આ કાફલો અલેપ્પોમાં ફસાયેલ સીરિયન લોકો માટે મદદની સામગ્રી લાવ્યો હતો. વિરોધ દર્શાવનાર એક યુવતીએ જણાવ્યું અલ્લાહની મરજી પણ, અમે અમારા ભાઈઓને હત્યારાઓને નહીં સોપીશું. અંકારામાં વિરોધ પ્રદર્શન કરનારાઓ ઈરાનની એલચી કચેરી પાસે ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts