(એજન્સી) તા.૧
તમારામાં કૌશલ્ય હોય અને કશું કરી બતાવવાની દૃઢ ઈચ્છા હોય તો તમે દરેક વિધ્નોને પાર કરી લક્ષ પ્રાપ્ત કરી શકો. આવું જ કંઈ અફઘાનિસ્તાનની આ ૬ છોકરીઓએ કરી બતાવ્યું છે. તેમણે પોતાના કૌશલ્ય અને સખ્ત મહેનતના બળ પર યુરોપની સહુથી મોટી રોબોટિક ઈવેન્ટમાં જીત નોંધાવી છે. વિશેષ વાત એ છે કે, આ છોકરીઓએ ઘર પર ઉપલબ્ધ સામાનથી જ રોબોટ તૈયાર કર્યો હતો. તેમના આ જ કૌશલ્યને આખરે યુરોપના ટાલિનમાં થઈ ગયેલા સહુથી મોટા રોબોટેક્સ ર૦૧૭ ફેસ્ટિવલમાં વખાણવામાં આવ્યું હતું. તેમના આ જ કૌશલ્યથી પ્રભાવિત થઈને તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. લંડન સ્થિત અફઘાનિ દૂતાવાસે એક ટ્વીટથી તેમની આ જીતને આવી રીતે વધાવી લીધી હતી. આપણી અફઘાનિ બાળકીઓની રોબોટીક્સ ટીમને ઈસ્ટોનિયામાં થયેલા યુરોપના સહુથી મોટા રોબોટીક્સ ફેસ્ટિવલની આંત્રપ્રિન્યોર ચેલેન્જ જીતવા માટે અભિનંદન. ધ્યાનમાં છે કે કેટલાક સમય પહેલાં જ આ છોકરીઓને અમેરિકાએ બે વાર વીઝા આપવાથી માત્ર એટલા માટે મનાઈ કરવામાં આવી કારણ કે તેઓ મુસ્લિમ હતી. આ બધી છોકરીઓ અમેરિકામાં થવાવાળા ગ્લોબર ચેલેન્જ રોબોટીક કોમ્પિટિશનમાં ભાગ લેવા આવવા માંગતી હતી. જો કે પછીથી આ ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલયના હસ્તક્ષેપ પછી આ છોકરીઓને અમેરિકા જવા માટે વીઝા આપવામાં આવ્યા હતા. આ પછી આ છોકરીઓએ અમેરિકામાં આયોજિત પ્રતિયોગીતામાં સિલર મેડલ જીત્યો હતો. મુહમ્મદ લીલા નામના એક વ્યક્તિએ આ વિશે આ પ્રકારે કહ્યું હતું તે અફઘાન છોકરીઓની રોબોટીક્સ ટીમ યાદ છે જેઓને યુએસમાં પ્રવેશવા દીધી ન હતી. તેઓ હાલમાં જ યુરોપમાં સૌથી મોટા રોબોટીક્સ ફેસ્ટિવલ જીત્યા. પોતાની જીતને આ છોકરીઓએ આવી રીતે યાદગાર બનાવી હતી. તેમણે કહ્યું કે આટલી અસફળતા બાદ સફળ થવું એક સુખદ અનુભવ છે. છોકરીઓને આ સફળતાને સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વીટર પર દુનિયાભરમાં લોકોએ કદર કરી વધાવી હતી. લોકોએ તેમના આત્મબળના વખાણ કર્યા અને શરૂમાં બે વાર વીઝા ન આપવા માટે અમેરિકાના વિચારો પર સવાલ પણ ઉઠાવ્યા. પેટ્રીસીયા ફેડરિકો કહે છે આ અદ્દભૂત છે ! એ આનંદદાયક છે કે મહિલાઓ પુરૂષ પ્રાધાન્ય વૈજ્ઞાનિક જગતમાં રસ લે છે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે ! વિશેષરૂપે એટલા માટે આનંદ પમાડે છે કે આ તે દેશમાં બન્યું છે જ્યાં મહિલાઓ પોતાના મૂળભૂત અધિકારો માટે લડે છે ! અભિનંદન !
નીક બાર્ટન કહે છે, ખરાબ પગલું અમેરિકા જ્યારે રોબોટ્સ તમારા માટે આવશે. ત્યારે તમને ખબર પડશે કે કેમ.
બાઈસીકલ સ્લોપ્લો કહે છે યુએસની પોલિસી હોંશિયાર લોકોને બહાર રાખવાની જણાય છે.