સમગ્ર વિશ્વ ટ્રમ્પ અને અમેરિકાના વિરોધમાં : જેરૂસલેમ

સંયુક્ત રાષ્ટ્ર, તા. ૨૨
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના જેરૂસલેમ અંગેના નિર્ણયના વિરોધમાં કરેલા ઠરાવમાં ૧૨૮ વિરૂદ્ધ ૯ મતોથી અમેરિકાના નિર્ણયને ફગાવી દેવાયો હતો. અમેરિકાના ન્યૂયોર્કમાં એકઠા થયેલા વિશ્વના રાજદૂતોએ અમેરિકાના જ નિર્ણયને ફગાવી દીધો હતો. મતદાનમાં ભાગ લેનારા દેશોએ પોતાના રાજદૂતાવાસો જેરૂસલેમમાં ખસેસડવાનો ઇન્કાર કર્યો હતો. ત્રણ દિવસ પહેલા જ અમેરિકાના નિર્ણયને ફગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક ઠરાવ બનાવ્યો હતો જેની સામે અમેરિકાએ જ ફક્ત વીટોનો ઉપયોગ કર્યો હતો અને તેને ફગાવી દીધો હતો. અમેરિકાના સભ્યોએ જ ફક્ત આ ઠરાવને ફગાવ્યો હતો બાકીના તમામ દેશોએ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે, ૩૫ દેશો આ મતદાનથી અળગા રહ્યા હતા. અમેરિકાના સમર્થનમાં રહેનારા દેશોમાં ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇઝરાયેલ, માર્શલ આઇલેન્ડ, માઇક્રોનેશિયા, નાઉરૂ, પલાઉ અને ટોગોને સમાવેશ થાય છે. ભારતે જોકે, ઠરાવના પક્ષમાં અને અમેરિકાના વિરોધમાં મતદાન કર્યું હતું. ઠરાવના સમર્થનમાં મતદાન કરનારા ઘણાખરા દેશો પરંપરાગત રીતે અમેરિકાની તરફેણ કરનારા પણ છે જેમાં યુકે અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. અમેરિકાના નિર્ણયનું સમર્થન કરી ઉજવણી કરનારા ઇઝરાયેલે ઠરાવના વિરોધમાં મતદાન કર્યું હતું. અમેરિકાના સભ્ય દેશો કેનેડા અને ઓસ્ટ્રેલિયા મતદાનથી અળગા રહ્યા હતા. મતદાન પહેલા અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત નિક્કી હેલીએ અગાઉ જ વિરોધી મતદાનની આશંકા વ્યક્ત કરી દીધી હતી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સભ્ય દેશોને ચિમકી આપવાનું શરૂ કરી દીધું હતું. નિક્કી હેલીએ સંયુક્ત રાષ્ટ્રમાં જ જણાવ્યું હતું કે, અમેરિકા આ દિવસને યાદ રાખશે જ્યારે મહાસભામાં તેની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks