સઉદી અરબ સરકાર દ્વારા ઈસ્લામના બે પવિત્ર સ્થળોએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ

(એજન્સી) રિયાધ,તા.રપ
એક સઉદી અખબારમાં જણાવ્યા મુજબ સઉદી સરકારે પ્રવાસીઓ પર ઈસ્લામના બે પવિત્ર સ્થળોએ ક્ષેત્રે ખેચવા તેમજ વીડિયો શૂટ કરવા પર પ્રતિબંધ મુકયો છે નોંધનીય છે કે આ પ્રતિબંધ મીડિયા કર્મીઓ સહિત તમામ પર લાગુ થાય છે આ પ્રતિબંધ માત્ર મક્કામાં હરમશરીફ અને મદિનામાં મસ્જિદ-એ-નબવી સુધી સિમીત નથી પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ લાગુ પડે છે. સઉદી સરકારે જણાવ્યા મુજબ આ પ્રતિબંધ શ્રધ્ધાળુઓને સહન કરવી પડતી ખલેલને ધ્યાનમાં રાખી લાદવામાં આવ્યો છે સાથે જણાવ્યું કે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવામાં આવશે અને ફોટો કે વીડિયો માટે વપરાયેલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks